તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાસામાં જઇ આવેલો રીઢો બુટલેગર દારૂ સાથે પકડાયો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોબાઇલ, કાર સહિતનો મુદામાલ કબ્જે, વી ડી હાઇસ્કૂલ પાસેથી પોલીસના હાથે ઝડપાયો

વિદેશી શરાબના સંખ્યાબંધ કેસો થયા બાદ પાસમાં જઇ આવેલો ભુજનો રીઢો બુટલેગર વધુ એક વખત પોલીસના હાથે વી ડી હાઇસ્કુલ પાસેથી પકડાઇ ગયો હતો. એક કેનમાં દારૂ ભરી લઇ જવાતો હતો ત્યારે પોલીસે આઇ 10 કારમાંથી બે શખ્સોને પકડી લીધા હતા.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસે બાતમી આધારે શહેરના વીડી હાઇસ્કુલ પાસે જીજે 12 ઇઇ 1770 નંબરની આઇટી કાર રોકાવી ચેક કરતા તેમાં વિદેશી શરાબનો કેન ભર્યો હતો. પોલીસે હાર્દિક ઉમેદગર ગોસ્વમી અને હિતેશ નટવરગીરી ગોસ્વામી (રહે. ભદ્રેશ્વર રોડ, અંજાર) દબોચી લીધા હતા.

16 લીટર શરાબ, બે મોબાઇલ અને ત્રણ લાખ રૂપીયાની ગાડી કબજે કરી આગળની તજવીજ હાથ ધરી હતી. નોંધનીય છે કે, હાર્દિક ઉમેદગીરી ગોસ્વામી સામે પોલીસ મથકોમાં વિદેશી શરાબના અનેક ગુના નોંધાયા છે જેથી તેની સામે પાસાનું હથિયાર ઉગામાયું હતું. પાસમાંથી છુટીને આવ્યા બાદ ફરી તે વિદેશી શરાબની પ્રવૃત્તિમાં સક્રીય થતા પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસેે અાગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો