તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:1 કરોડના ખર્ચે પાથરેલી ગટરની લાઈનો ઉપયોગમાં ન આવી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલાનીનગર, ભૂતેશ્વર, બાપાદયાળુનગરની સમસ્યા

ભુજ શહેરમાં નગરપાલિકાઅે 2020 વર્ષ સુધી પાથરેલી ગટરની લાઈનો ઈજનેરી કાૈશલ્યા વિના પથરાઈ છે, જેથી બિનઉપયોગી સાબિત થઈ છે. અત્યાર સુધી અેવા ત્રણેક સ્થળો સામે આવ્યા છે, જેમાં અેકાદ કરોડના ખર્ચે બેથી ત્રણ વખત લાઈનો બદલી છે અને લેવલ પ્રમાણે બદલી નથી, જેથી ફરીથી નાખવાની નોબત આવી છે.

ભુજમાં ભૂકંપ બાદ જી.યુ.ડી.સી.અે ગટરની લાઈનો પાથરી હતી. જે છેલ્લા સાતેક વર્ષથી અેક પછી અેક બેસી રહી છે, જેથી ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચે પાંચેક વર્ષમાં તો લગભગ આખું શહેર ખોદી નાખ્યું છે. આમ છતાં ગટરની સમસ્યા ઉકેલાઈ નથી. પ્રાપ્ત વિગતો મુજબ 2020ના વર્ષ સુધી જિલાનીનગર, ધારાનગર, ભૂતેશ્વર, બાપાદયાળુનગર સહિતના પાંચેક વિસ્તારોમાં વારંવાર ગટરની લાઈનો બદલી છે, જેમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અેકાદ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થઈ ગયો છે.

પરંતુ, તાજેતરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે અમૃતમ યોજના હેઠળ ગટરની લાઈનો પાથરવાનું શરૂ કર્યું છે, જેમાં જિલાનીનગર, ધારાનગર, ભૂતેશ્વરનગર, બાપાદયાળુ નગર સહિતના વિસ્તારોમાં પથરાયેલી ગટરની લાઈન નવી લાઈનો સાથે સુસંગત નથી, જેથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઠેકેદારે અે સ્થળેથી લાઈનો બદલવી પડશે અેવો મત વ્યક્ત કર્યો છે.

આમ, 2020ના વર્ષ સુધીમાં પથરાયેલી લાઈનો ખર્ચ માથે પડે અેવી નોબત આવી છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા 2020 સુધી ગટરની લાઈન પાથરવાનો ઠેકો જેને અપાયો છે અેની પાસે ઈજનેર પણ નથી, જેથી બેસી ગયેલી લાઈન કાઢીને અે સ્થળે લેવલ મેળવ્યા વિના નવી લાઈનો પાથરી દીધી છે, જેથી ગટરની સમસ્યા ઠેરની ઠેર રહી છે.

અન્ય સમાચારો પણ છે...