નારી શક્તિ:હિન્દુ ધર્મ-રાષ્ટ્રની રક્ષામાં બહેનોનું મોટું યોગદાન

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપનાને ત્રણ વર્ષ પૂરા થયા છે, ત્યારે સમગ્ર દેશમાં સનાતન હિન્દુ વૈદિક સંસ્કૃતિની રક્ષા, પ્રચાર- પ્રસાર અને શક્તિશાળી હિન્દુ સમાજના સંગઠન માટે સંકલ્પબદ્ધ છે તેમજ ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે બહેનોનું મોટું યોગદાન છે, તેવું બે દિવસના કચ્છ પ્રવાસે આવેલા રાષ્ટ્રીય મહિલા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ. મુકતાબેન મોકાણીએ જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના હોદ્દેદારોને ભુજના મધ્યસ્થ કાર્યાલય પર નારી શક્તિની રાષ્ટ્ર નિર્માણ માટેની ફરજ અને જવાબદારી વિષય પર સંબોધ્યા હતાં.

ભવ્ય ઇતિહાસ ધરાવતા હિન્દુસ્તાનને ફરીથી જીવંત કરવો પડશે. અને તો જ સુવર્ણયુગ આવશે. મજદૂર, કિશાન, યુવાધન, આરોગ્યની સ્થિતિ સારી નથી. ભારતીય અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. આ બધાના ઉકેલ માટે મહિલાઓ આગળ આવે અને તેમની શક્તિનો પરિચય કરાવે તેવું અધ્યક્ષાએ ભારપૂર્વક જણાવ્યું હતુ. હિન્દુસ્થાન નિર્માણ દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શશીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અને આ દેશના વિકાસ માટે કૃષિ નીતિ વ્યવસ્થિત હોવી જોઈએ. ગણ્યા ગાંઠ્યા નામાંકીત ઉદ્યોગ ગૃહોને ફાયદો કરાવવા સરકારી નીતિ ફેરફાર કરી ખેડૂતો સાથે થતા અન્યાય દેશને નુકસાનકારક છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો ઉદ્દેશ હિન્દુત્વ સાથેનો વિકાસ અને દેશને ગર્વ અપાવવનો છે. સન્માનિત અને સુરક્ષિત મહિલા દેશની શાન બને એ આ સંસ્થા દ્વારા પ્રયાસો થાય છે તેવું ડૉ. મુકતાબેને કહ્યું હતું. બે દિવસના પ્રવાસમાં કમલેશભાઈ ઠક્કર, હરેશભાઈ પુરોહિત, પ્રજ્ઞેશ ચોથાણી, બાબુલાલ આહિર, ચેતનભાઈ ઠક્કર, વિનોદ પટેલ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...