તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:કચ્છની સમુદ્રી જીવ સૃષ્ટિને બચાવવા સરકાર આગળ આવે

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના માછીમાર એસોસિયેશને સીએમ સમક્ષ નાખી ધા

કચ્છના સમુદ્રી જીવ માટે નક્કર પગલા ભરાય તેવી માગ કચ્છ જિલ્લા માછીમાર એસોસિયેશને મુખ્યમંત્રી સમક્ષ કરી છે. કચ્છના દરિયા કાંઠે ચેરિયા નિકંદન મુદ્દે ભૂતકાળમાં હોબાળો થયો હતો પણ રાજકીય મસલતોમાં દરિયાઇ જીવ સૃષ્ટિને બચાવવા સર્જાયેલા સંજોગો ફરી વીસરાઇ ગયા હોય તેવું જણાઇ રહ્યું છે. જિલ્લામાં બે મોટા ઔદ્યોગિક મહાબંદરો થકી કરોડોની આવક થાય છે પણ વિકાસની લ્હાયમાં સમુદ્રની નીચલી સપાટીએ રહેતી જીવ સૃષ્ટિ ખતમ થવાની ભીતિ રહે છે. આ દિશામાં કોઇ અવાજ ઉઠાવે તો તેના પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામા આવતું નથી જેને લઇને દરિયાઇ પટામાં વસતા લોકોની રોજી રોટી પર ખતરો મંડરાઇ રહ્યો છે.

કચ્છમાં દરિયાઇ જૈવ વિવિધતા બચાવવા માટે નક્કર પગલાના અભાવે 50 ટકાથી વધુ ચેરિયાનું નિકંદન, સમુદ્રી ઘાસ સહિત મહાકાય માછલીઓ સ્ટીમર કે બોટમાં કપાઇ જાય છે તેવી રજૂઆત કરતાં કચ્છ જિલ્લા માછીમાર એસોસિયેશનના પ્રમુખ સુલેમાનઅલી માણેકે ઉમેર્યું હતું કે, સમુદ્રમાં સતત પ્લાસ્ટિક ઠલવાતું હોવાથી આગામી દાયકાઓમાં દરિયાઇ જીવો માટે મરણતોલ ફટકા સમાન સાબિત થશે. સરકાર દ્વારા આવી જીવ સૃષ્ટિને બચાવવા નક્કર આયોજન કરાય તેવી માગ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો