વેદના:સરકાર ખેડતો અને જનતાની વેદના- સંવેદના સમજતી નથી

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારાના નર્મદા નીર મુદ્દે જાગૃતિ જરૂરી : કચ્છ કિસાન કોંગ્રેસ

તાજેતરમાં જ દેશના 13 રાજ્યોમાં યોજાયેલી 23 વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો અને માત્ર 7 બેઠક પર સંતોષ માનવો પડ્યો હતો. કારમી મોંઘવારીમાં પીસાતી જનતાએ ભાજપના ગાલ પર સણસણતો તમાચો ટોક્યો અને તમામે તમામ પેટા ચૂંટણીની બેઠકો જીતવાના દાવા પોકળ સાબિત થયા. જનતાના મિજાજને પારખી ગયેલા ભાજપે રાતોરાત પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી લગાડીને લોકોને થોડી રાહત આપી હતી.

અેવી જ જાગૃતિ કચ્છના ખેડૂતો અને જનતાને વેદના અને સંવેદનામાં ન સમજતી ભાજપ સરકારને વધારાના નર્મદાના પાણીના મુદ્દે સત્તા વિહીન કરવા જાગૃત થવું જ પડશે. અેવું કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસે અખબારી યાદીમાં જણાવ્યું છે.આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે, જેમાં ઉત્તર પ્રદેશનો ગઢ ગુમાવે ભાજપને કોઈ કાળે પાલવે એમ નથી. વળી ખેડૂત આંદોલનની અસર હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે જોવા મળી છે,

ભાજપના નેતાઓ ભલે જાહેરમાં ના સ્વીકારે પરંતુ અંદરખાને ખેડૂતોના આક્રમક આંદોલનથી ડરી ગયા. લખીમપુર ઘટનાક્રમ બાદ ભાજપના અનેક નેતાઓને ભુડી હારની દેખાઈ હતી. વધારાના નર્મદાના નીર બાબતે લોલીપોપ અને આંબલી પીપળી બતાવવી આ સરકારને કચ્છની વિધાનસભાની 6 સીટો અને સાંસદની 1 સીટ તેમની હાથમાંથી સરકતી દેખાશે તો જ નર્મદા નીરનો વર્ષોથી લટકતો પ્રશ્ન હલ થાય તેવી પરિસ્થિતિ છે. અેવું પ્રવકતા યોગેશ પોકારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...