મદદ:સરકાર મધ્યમવર્ગને મહત્તમ સહાય ઘોષિત કરે

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યમવર્ગ માટે રાજ્ય સરકાર મહત્તમ સહાય જાહેર કરતે તે સબબનું આવેદનપત્ર મુન્દ્રા અને ભચાઉમાં કોંગ્રેસ સમિતીએ સુપ્રત કર્યું હતું. આવેદનમાં મધ્યમવર્ગના ધંધા રોજગાર બંધ હોવાથી તેમની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિમાં લોકોના માર્ચ થી જૂન સુધીના વીજબીલ માફ, તમામ પંચાયતી વેરા રદ કરવા,  ખાનગી શાળાઓની આગામી સત્રની ફી તથા કૃષિ ધિરાણની મુદતમાં વધારો કરી તેને ઓટોરિન્યુ કરવાની માંગ કરી છે.  તો ભચાઉ શહેર/ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પણ ત્રણ માસના વીજ બિલ, મકાન વેરા, પાણી વેરા અને ખેડૂતોની લોનનું વ્યાજ માફ કરવું, શાળાની એક સત્રની ફી માફ કરવી સહિતની રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...