તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Girl Growing Up In Bhuj Women's Welfare Center Will Now Be Raised In America, Emotional Scenes Were Created While Handing Over The Custody Of The Girl Child.

દત્તક:ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહેલા અનાથ બાળકનો હવે અમેરિકામાં ઉછેર થશે, બાળકનો કબજો સોંપતા સમયે સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
દત્તક બાળકી સાથે અમેરિકન દંપતી - Divya Bhaskar
દત્તક બાળકી સાથે અમેરિકન દંપતી
  • કચ્છ કલેકટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દત્તક કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહેલા અનાથ બાળકને અમેરિકન દંપતીએ દત્તક લેતા આ બાળકનો હવે અમેરિકામાં ઉછેર થશે. ભુજમાં મહાનુભવોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આજે સંસ્થાની બાળકને માતા-પિતા મળ્યા હતા તો અમેરિકન દંપતીને બાળક મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

મહાનુભવોની હાજરીમાં બાળકનો કબજો સોંપવામા આવ્યો
મહાનુભવોની હાજરીમાં બાળકનો કબજો સોંપવામા આવ્યો

અઢી વર્ષની લાંબી પ્રક્રિયા બાદ માતાપિતા બનવાનો મોકો મળ્યો
ખાસ અમેરિકાથી ભારત આવેલા ચેસ અને લુઈસ નામના અમેરિકન દંપતી બાળક દત્તક લેવા માટે છેલ્લા અઢી વર્ષથી કાનૂની પ્રક્રિયા કરી રહ્યા હતા. બાળકને દત્તક લેવા માટેની બંને દેશ વચ્ચેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતા અંતે અમેરિકન દંપત્તી ભુજ આવી પહોંચ્યું હતું, જ્યાં સંસ્થા દ્વારા નિયમોનુસાર બાળકને દત્તક આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામા આવી હતી.

દરેક બાળકને માતાપિતાનો પ્રેમ મળવો જોઈએ- અમેરિકન દંપતી
ભુજ બાળકને દત્તક લેવા માટે આવેલા ચેસ અને લુઈસ નામના અમેરિકન દંપતીએ કહ્યું હતું કે, અમને અઢી વર્ષની લાંબી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે બાળકના સ્વજન બનવાનો મોકો મળ્યો છે. અમે ખૂબ ખુશ છીએ. અમારું માનવું છે કે, દરેક બાળકને માતાપિતાનો પ્રેમ મળવો જોઈએ.

બાળકને દત્તક લઈ અમેરિકન દંપતી અમેરિકા જવા રવાના
બાળકને દત્તક લઈ અમેરિકન દંપતી અમેરિકા જવા રવાના

બાળકની ઉમર 1 મહિનાની હતી ત્યારે સંસ્થામાં આગમન થયું હતું
આજે જે બાળકને અમેરિકન દંપતીએ દત્તક લીધો છે તે માત્ર એક મહિનાની ઉમરે આ સંસ્થામાં આવ્યું હતું. કચ્છના એક વિસ્તારમાંથી માત્ર 10 દિવસની ઉમર ધરાવતું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ખૂબ નાજુક હાલતમાં મળી આવેલા માસૂમની સતત એક મહિનો સુધી ભુજની જી.કે. હોસ્પિટલમાં સારવાર આપવામા આવી હતી. ત્યારબાદ બાળકની તબિયત સારી થતા અહીં સંસ્થામાં લાવવામા આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી તેનો કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થઈ રહ્યો હતો. હવે અમેરિકન દંપતીએ તેને દત્તક લેતા તેનો અમેરિકામાં ઉછેર થશે.

ભુજમાં આવેલી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર
ભુજમાં આવેલી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર

કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર 1954થી કાર્યરત
ભુજમાં આવેલી શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થા કેન્દ્ર સરકાર અંતરગ્ત કામ કરતી અર્ધ સંસ્કારી સંસ્થા છે. આ સંસ્થા 1954થી કાર્યરત છે. અહીં ત્રણ વિભાગમાં શિશુથી સ્રી વયસ્ક સુધીના નિરાશ્રીત વ્યક્તિઓને આશરો આપવામાં આવે છે. જેમાં શિશુ ગૃહમાં 0થી6 વર્ષના બાળક અને બાળકીઓનીન દેખભાળ થાય છે. 7થી 18 સુધીની બાળાઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને 18 વર્ષથી ઉપરની સ્રીઓ નારી ગૃહ આવેલા છે. હાલ કુલ 55 જેટલા નાના મોટા નિરાધાર બાળકો અને મહિલાઓ આશ્રિત છે.

અન્ય સમાચારો પણ છે...