• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The General Meeting Of The District Panchayat Could Not Be Held As Soon As The By election Was Over, Due To The Code Of Conduct.

સામાન્ય સભા:પેટા ચૂંટણી પૂરી થતાં જ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જાહેર, વિદાય લેતા પહેલા આચાર સંહિતાના કારણે ગોઠવી નહોતી શકાઈ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી પૂરી થતા જ જિલ્લા પંચાયતે 23મી નવેમ્બર સામાન્ય સભા જાહેર કરી છે.જિલ્લા પંચાયતના સદસ્યોની ડિસેમ્બર માસમાં સદસ્યતાની મુદ્દત પૂરી થાય છે. જે પહેલા સામાન્ય સભા ગોઠવવાની તજવીજ ચાલી હતી અને ગોઠવાઈ પણ ગઈ હતી. જોકે, પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને કોરોના પોઝિટિવ આવતા ઉપપ્રમુખ નિયતિ પોકારે અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. જે બાદ પ્રમુખે વધુ એક સામાન્ય સભા બોલાવવા મન કર્યું હતું. પરંતુ, અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીને કારણે આચારસંહિતામાં એ સંભવ બન્યું ન હતું. જે દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 3 માસ ઠેલી દીધી છે, જેથી અબડાસા વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાની સાથે જ 5મી નવેમ્બરે સદસ્યોને 23મી નવેમ્બરે સામાન્ય સભાની સૂચના આપી દેવાઈ છે.

ડીડીઓ ભવ્ય વર્માના સચિવ સ્થાને પ્રથમ સામાન્ય સભા
છેલ્લે ઉપપ્રમુખ નિયતિ પોકારના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી ત્યારે પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની બદલી થઈ ગઈ હતી અને નવા પૂર્ણકાલિન ડી.ડી.ઓ. ભવ્ય વર્મા હાજર નહોતા થયા, જેથી ઈનચાર્જ ડી.ડી.અો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જોશીના સચિવ સ્થાને સામાન્ય સભા મળી હતી. આમ, ડી.ડી.ઓ. ભવ્ય વર્માના સચિવ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળવાની છે.
8 મુદ્દાનો એજન્ડા
અગાઉની સામાન્ય સભાની કાર્યનોંધને બહાલી અાપવા, પ્રશ્નોત્તરી, સ્ટેમ્પ ડ્યુટી, રોયલ્ટી શેષ ગ્રાન્ટામાંથી મંજુર થયેલા વિકાસ કામોમાં કરાયેલા ફેરફારને બહાલી આપવા, નાણાપંચના કામોનું આયોજન, રોયલ્ટી ગ્રાન્ટ સદરે વિકાસ કામોને મંજુરી આપવા, અધ્યક્ષ સ્થાને રજુ થાય તે સહિતના 8 મુદ્દે સામાન્ય સભા મળવાની છે.

અન્ય સમાચારો પણ છે...