મુશ્કેલી:લાકડીયા ગામે રેલ્વે અધિકારી આવતા 30 મિનિટ ફાટક બંધ રખાયું

લાકડીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના લાકડીયામાં પ્રવેશતા આવેલો રેલવે ફાટક અચાનક ત્રીસ મિનિટ જેટલા સમય માટે ફાટક બંધ રખાયું હતું. થોડી વાર તો પ્રવાસીઓને કઈ સમજાયું નહિ પણ વધારે સમય પસાર થતા અકળાયેલા પ્રવાસીઓ દ્વારા ત્યાંના કર્મચારીને પુછવામાં આવતા જાણવા મળ્યું કે અધિકારી ચેકીંગ માટે આવી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ જાહેરાત કે જાણ કર્યા વગર ફાટક બંધ કરી દેવામાં આવતા કોરોના મહામારીના સમયમાં કોરોના દર્દી, પ્રેગ્નન્સી માટે કે ઈમરજન્સી સારવારની પરવા કર્યા વગર આવી સ્થિતિ સર્જી દેતાં ગ્રામજનો સહિત પ્રવાસીઓ અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...