તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટલ ભૂજળ યોજના:લોકો અને જળ વિજ્ઞાન વચ્ચે જ્ઞાનની ખાઈ સેતુ દ્વારા દૂર થશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અટલ ભૂજળ યોજના માટે તાલીમો આપવામાં એકસેલન્સ ફોર પાર્ટીસીપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટની ભૂમિકા અહમ રહેશે

ભૂગર્ભજળ એ જીવન શૈલી તથા આજીવિકા માટે કરોડરજ્જુ સમાન કુદરતની ભેટ છે. ઉપરી જળસ્ત્રોતોની તુલનામાં આ સ્ત્રોત વધારે ભરોસાપાત્ર છે. આજના સમયમાં સ્થાનીય ભૂગર્ભજળ વિજ્ઞાન, ભૂગર્ભજળ સ્ત્રોતો એક્વીફર (પાણી ધરાવતા ખડકો), ખડકોની ક્ષમતાઓ અને મર્યાદાઓની પુરતી સમજણ કેળવવી જરૂરી બની છે.

આવી પરિસ્થિતિને નિવારવા માટે અને કેવી રીતે સહભાગીદારીતા ઉભી કરી શકાય તે માટે સેન્ટર ફોર એકસેલન્સ ફોર પાર્ટીસીપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ (સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન) તાલીમ કેન્દ્ર કે-માર્ક સેન્ટર ઓફ એકસેલેન્સનું આજરોજ ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવ્યું. અને આ ઉપરાન્ત સંસ્થાઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને લોકોને જે પરિણામો મળ્યા તે વિસ્તારના અન્ય લોકો સુધી પહોંચે અને લોકો આ પ્રકારના કામ કરતા થાય તે માટે ‘કેમાર્ક.લાઈવ ‘ નામની વેબસાઈટને પણ લોન્ચ કરવામાં આવેલ. આ પ્રસંગે બે કલાક ચાલેલા આ ઉદઘાટન કાર્યક્રમમાં ડો. યોગેશ જાડેજા નિયામક એ.સી.ટી. દ્વારા મહેમાનોનો સ્વાગત તેમજ સેન્ટર ફોર એકસેલન્સની પરિકલ્પના વિગતવાર રજુ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે આ સેન્ટર કેવી રીતે સહજ ભાષામાં વિવિધ પદ્ધતિઓથી તેમજ કોન્સોર્સીયમ અભિગમથી ભિન્ન-ભિન્ન પ્રકારના ભૂગર્ભજળ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમો ચલાવશે.

આ સેન્ટર સમુદાય અને ભૂગર્ભજળ વિજ્ઞાન વચ્ચે રહેલી જ્ઞાનની ખાઈ પુરવા માટે સેતુ સમાન કાર્ય કરશે. કચ્છ યુનીવર્સીટીના ઉપકુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, દેશમાં ભૂગર્ભજળની પરિસ્થિતિ વિકટ બની રહી છે. જેમાં આવા પ્રકારના કેન્દ્રો અને તાલીમોએ ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે ખુબ અગત્યનું યોગદાન આપશે અને આ યોગદાનની પ્રક્રિયામાં કચ્છ યુનીવર્સીટી સંપૂર્ણ સહયોગ આપશે. ડો. એમ. જી. ઠક્કરે આ સેન્ટરના માધ્યમથી કેવી રીતે તાલીમો ડીઝાઈન કરવામાં આવશે તેમજ આપવામાં આવશે તેના વિશેની સંપૂર્ણ રૂપરેખા રજુ કરી હતી. અમેરિકા સ્થિત વિન ફાઉન્ડેશનના રોન મહેતા તેમજ પરેશભાઈ વોરા અડધી રાત હોવા છતાં પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની જણાવ્યું આ કેન્દ્રના માધ્યમથી જે તાલીમ આપવામાં આવશે તેનું સમાજ અને પર્યાવરણને ચોક્કસ ફાયદો થશે.

વિન ફાઉન્ડેશનના માધ્યમથી આજના કાર્યક્રમોમાં મુખ્ય અતિથી ડો. ધીમંત બી.વ્યાસે આ કેન્દ્રને ખૂલું મુકી જણાવ્યું કે ભુગર્ભજળ વ્યવસ્થાપન એ આજની પરિસ્થિતિ માટેનો સળગતો મુદ્દો છે જેના માટે સમગ્ર દેશ જુમે છે.ગુજરાત રાજ્ય તેમાં અગ્ર પડતું સ્થાન ધરાવે છે. એક વર્ષ પહેલા વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવેલ અટલ ભૂજળ યોજના એ ભુગર્ભજળની પરિસ્થતી સુધારવા માટેની દેશની તત્પરતા સૂચવે છે. જે યોજના અંતર્ગત રાજ્યોના સાત જીલ્લાના 37 તાલુકાઓ અમલીકરણ થનાર છે. જેમાં વિવિધ પ્રકારના ઉપભોક્તાઓની તાલીમો પર ખુબ ભાર મુકવામાં આવ્યો છે. કે- માર્ક સેન્ટર ફોર એકસેલન્સ આ તાલીમો આપવમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે ને તેની માટે ગુજરાત સરકાર તરફથી આ પ્રક્રિયાને કેવી રીતે સાંકડી શકાય તે માટેના ચોક્કસ પ્રયત્નો કરવામાં આવશે.

ત્રણ સ્થળેથી તાલીમ કાર્યક્રમો સંચાલિત થશે
આ તાલીમ કાર્યક્રમો ત્રણ સ્થળે થી સંચાલિત કરવામાં આવશે. જેમાં સ્થાનિકે કે-માર્ક પ્રકલ્પ જ્યાં અમલીકરણ થઈ રહ્યું છે તે ગામો વચ્ચે બિદડા તાલુકો. માંડવી ખાતે ફિલ્ડ તાલીમ સેન્ટર હશે. તેમજ ભુજ ખાતે આવેલ એ.સી.ટી. સંસ્થામાં તથા કચ્છ યુનીવર્સીટીના ભૂસ્તર વિજ્ઞાન વિભાગમાં તાલીમાર્થીઓના પ્રકાર પ્રમાણે તાલીમો આયોજિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો