આક્ષેપ:પ્રતિનિયુકિતના નામે કચ્છના છાત્રોના ભવિષ્ય સાથે થઇ રહી છે ગંભીર છેડછાડ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય વગ ધરાવતા શિક્ષકો વતનમાં નોકરી કરતા હોવાનો આક્ષેપ

કચ્છમાં શિક્ષકોની કાયમી ઘટ રહેતી હોય છે છતાં પણ રાજકીય વગ ધરાવતા શિક્ષકોને તેમના વતનમાં પ્રતિનિયુકિતના ધોરણે લઇ લેવામાં આવે છે. પ્રતિનિયુકિત એક એવું પડયંત્ર છે કે જેમાં શિક્ષક જે શાળામાં જોડાયા હોય તેમાં તેમનો પગાર થતો હોય છે. તેમની જગ્યા તે જ શાળામાં ભરાયેલી બતાવવામાં આવે છે જયારે તે શિક્ષક પોતાના વતનમાં નોકરી કરતા હોય છે. આ સંજોગોમાં કચ્છના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ગંભીર છેડછાડ થતી હોવાના ખુદ શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો આક્ષેપ કરી રહ્યા છે.

શિક્ષકની નિમણૂંક થાય તેને ૧૦ વર્ષ સુધી બદલી ન કરાવી શકાય તેવી કચ્છ કલેકટરની શિક્ષણ વિભાગને રજુઆત પણ કરાઇ છે જેને નજરઅંદાજ કરીને શિક્ષણ વિભાગ પોતાના શિક્ષકને વતનની સુખાકારી આપવા માટે કમિટિ બેસાડે છે જેમાં શિક્ષકના કૌશલ્યનો લાભ લેવાની બનાવટ કાગળ પર થાય છે. પ્રતિનિયુક્તિ પર ગયેલા શિક્ષકોને છૂટા કરવા માટે જિલ્લા કચેરીઓને અમુક જાગૃત એસ.એમ.સી. અને ગ્રામજનો દ્વારા પત્રવ્યવહાર થયા છે ત્યાં જિલ્લા શિક્ષણ કચેરીનો સંપર્ક સાધતા તેમનો જવાબ છે કે રાજયની શિક્ષણ કચેરીને આ બાબતે વિનંતિ પત્ર’ લખેલો છે”.

આ પ્રકારની વહિવટી છળ કરીને કોઈ એકાદ શિક્ષકની માટે કચ્છની શાળાઓના વિશાળ સમૂહોના હિતને નજર અંદાજ કરાય છે. આવા કિસ્સામાં રાજયના શિક્ષણ વિભાગને બાળકોના અભ્યાસની ચિંતા નથી પણ શિક્ષકના હિતની ચિંતા જરૂર થઈ છે. છેલ્લા અનેક વર્ષોથી આવા ૪૦થી વધુ શિક્ષકો કામ કરતા નથી પણ તેમનો પગાર અહીની કચેરી દ્વારા થાય છે. અમુક શિક્ષકો તો અહીં પગાર લેતા લેતા નિવૃત પણ તેમના વતનમાં થયા છે.

કચ્છમા શિક્ષકોની ઘટને લઇ કલેકટરે ભરતી થયેલા શિક્ષક ઓછામાં ઓછા ૧૦ વર્ષ સુધી કચ્છ જિલ્લામાં રહે એ શરતે નિમણુંક આપવામાં આવે તેવું સુચવ્યું છે. આ બાબત જ દર્શાવે છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની સખત ઘટ છે. કચ્છમાં ભરતી થતાં ૯૫ શિક્ષકો બદલી કરાવીને પરત પોતાના વતનમાં જતા રહે છે જેથી કચ્છમાં કાયમી ઘટ બની રહે છે છતાં પણ આવી ‘પ્રતિનિયુકિત થી છટકબારીઓના ધોરણે જતાં શિક્ષકો વધ ઘટ કરાવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...