સાયબર ક્રાઇમ:વૃધ્ધ મહિલા સાથે થયેલી 80 હજારની ઠગાઇ 8 માસ પછી પોલીસ ચોપડે ચડી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા કોલરે બેન્કની વિગતો મેળવી નાણા ઉપાડી લીધા

ભુજના વૃધ્ધ મહિલા સાથે થયેલી ઓનલાઇન ઠગાઇના કેસની ફરિયાદ આઠ માસ પછી પોલીસ ચોપડે ચડી છે. ભોગબનાર સાથે અજાણ્યા કોલરે ગત ફેબ્રુઆરીમાં બેન્કના ખાતા નંબર વેરીફાઇ કરવાનું કહી પીન નંબર અને ખાતા નંબર મેળવીને 80 હજાર ઉપાડી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના શીવકૃપાનગરમાં રહેતા મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગત ફેબ્રુઆરી માસમાં લેખિત ફરિયાદ કરી હતી કે, તેમના માતાના મોબાઇલ ફોન પર ગત 2 ફેબ્રુઆરીના કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતાની અમિત શર્મા નામની ઓળખ આપીને પોતે રિઝર્વ બેન્કમાંથી બોલતા હોવાનું કહીને બેન્ક મર્જ થવાને કારણે મહિલાના બેન્ક ખાતા નંબર વેરીફીકેશન માટે માગ્યા હતા. જેથી વિશ્વાસમાં આવીને ફરિયાદી બહેનના માતાએ અજાણ્યા કોલરને પોતાના બેન્કના ખાતા નંબર, એટીએમ કાર્ડના નંબર અને પીન કોડ નંબર આપી દીધા હતા.

બાદમાં અજાણ્યા કોલરે મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 79,711 જેટલી રકમ ઉપાડી લીધી હતી. એ ડિવિઝન પોલીસ મથકમાં નવ નિયુક્ત પીએસઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી માસમાં લેખિત અરજી આપી હતી. જેના ગુના કામે તપાસ માટે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...