તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પટેલ ચોવીસીના એક ગામના પૂર્વ સરપંચ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુદ્દો બન્યો ટોક ઓફ ધી વીલેજ: પોલીસ ચોપડો કોરો
 • પત્નિ સાથે ગૃહકંકાસમાં બે દિવસ ઘરેથી નકળી ગયા બાદ કુંદનપરથી બેહોશ મળ્યા આવ્યા

પટેલ ચોવીસીના ભુજ તાલુકાના એક ગામના પૂર્વ સરપંચ પત્નિ સાથે બોલાચાલી થયા બાદ બે દિવસથી ગુમ થઇ ગયા હતા, બાદમાં કંુદનપુરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં બેહોશ મળી આવતાં ખાનગી દવાખાનામાં સારવાર લઇ મામલો બારોબાર દબાવી નાખતાં પોલીસ ચોપડો કોરા રહ્યો હતો. આ બનાવ નાના એવા ગામમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

માહિતગાર સુત્રોના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે પૂર્વ સરપંચ પોતાના ઘરે ન આવતાં અગ્યાર વાગ્યે તેમની પત્નિએ ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. ત્યારે માજી સરપંચ અકળાઇ ગયા હતા. અને પત્નિ સાથે ફોન પર ઝઘડો કરીને અચાનક રાત્રીના જ ગાયબ થઇ ગયા હતા. બનાવને પગલે પરિવારજનોએ શોધ ખોળ આદરી હતી. સુત્રોના કહેવા મુજબ પૂર્વ સરપંચ પટેલ ચોવીસીના ગામોમાં રંગીન મીજાજના હોવાની છાપ ધરાવે છે અને આ મુદાે પરિવારિક ઝઘડાનું કારણ બની રહ્યો છે ત્યારે બે દિવસ પૂર્વે આ જ બાબતે પતિ-પત્નિ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં આ મહાશય ઘર મુકીને ચાલ્યા ગયા હતા. જેને કારણે તેમણે કોઇ ઝેરી દવા પી લેતાં તપાસને અંતે તેઓ કુંદનપુર ગામના સીમાડામાંથી બેશુધ્ધ હાલતમાં મળી આવ્યા હતા.

બાદમાં તેમને પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરાવ્યા બાદ ઘરે લઇ ગયા હતા. આ બનાવે પટેલ ચોવીસીના ગામમાં ભારે ચર્ચા જગાવી છે. જો કે બનાવ સંદર્ભે પોલીસમાં કોઇ ગુમ નોંધ કે, અન્ય વિગતો દર્જ કરાવવામાં આવી ન હોવાથી એ પૂર્વ સરપંચનું સત્તાવાર રીતે નામ તથા ગામનું નામ બહાર પડાયું નથી.

ભોગબનારને હોસ્પિટલે લઇ જવાયા પણ પોલીસે મથકે જાણ કેમ ન કરાઇ ?
આ પ્રકારના બનાવો બને ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણવા જોગ કરવામાં આવતી હોય છે. ત્યારે ભોગબનારને ઝેરી દવા પીધેલી હાલતમાં ખાનગી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હોવા છતાં પોલીસેને કેમ જાણવા જોગ નોંધ કરવામાં આવી નથી તે અહમ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો