ભ્રષ્ટાચાર:વનતંત્ર જિલ્લા બહારથી ઘાસ ખરીદીને બતાવે છે બન્નીનું

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચારના અાક્ષેપો સાથે કલેક્ટરને કરાઇ રજૂઅાત

અેશિયાના સાૈથી શ્રેષ્ઠ ઘાસિયા મેદાન અેવા બન્નીમાં ઘાસ યોજના હેઠળ વ્યાપક ભ્રષ્ટાચાર અાચરવામાં અાવતો હોવાના ગંભીર અાક્ષેપો ઉઠી રહ્યા છે.બન્ની ડિવિઝન દ્વારા ઘાસનું બિયારણ લઇને, તેનું વાવેતર કરી ઘાસ અેકત્ર કરવાનું હોય છે, અા યોજનામાં જંગલ ખાતા દ્વારા જાહેરાતો કરીને લોકોને તથા સરકારને ગેરમાર્ગે દોરવામાં અાવે છે. જો કે, અા બિયારણનું બન્નીમાં વાવેતર કરવાના બદલે જિલ્લા બહારથી અંદાજિત 15 લાખના ખર્ચે ઘાસની ખરીદી કરી છે.

વધુમાં બન્ની ડિવિઝનના બદલે કચ્છના અન્ય નાયબ વન સંરક્ષકોઅે પોતાની કક્ષાઅેથી ભાવ મંજૂર કરાવ્યા વગર કચ્છ બહારથી ઘાસની ખરીદી કરી છે અને તે ઘાસ બન્નીનું છે તેવું બતાવાય છે. અા મુદ્દે જંગલ ખાતા સિવાયની અેજન્સી મારફતે તપાસ કરાય તો અા યોજના હેઠળ થયેલું મસમોટું કાૈભાંડ બહાર અાવે તેમ છે તેવો ગંભીર અાક્ષેપ લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સતાર અાઇ. માંજોઠીઅે કર્યો છે. તેમણે જવાબદાર અધિકારીઅો સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કચ્છ કલેક્ટરને રજૂઅાત કરી છે. જો કે, અા અાક્ષેપો મુદ્દે બન્નીના અેસીઅેફ અેમ.યુ. જાડેજાનો સંપર્ક સાધતા તેમનો ફોન નો રિપ્લાય અાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...