નિર્ણય:ભુજથી મુંબઇની ફલાઇટ હવે 4 નહીં 5 દિવસ ઉડાન ભરશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી વિમાની સેવા ચાર દિવસ જ હતી

ભુજથી મુંબઇ જવા માટે સપ્તાહમાં ચાર દિવસ જ વિમાન સેવા કાર્યરત હતી પણ હવે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવારે પણ ફલાઇટ ઉડાન ભરશે. છેલ્લા લાંબા સમયથી બુધવારે ફલાઇટ ઉડાન ભરતી ન હતી.

કચ્છમાં પ્રવાસનની સીઝન હોવા છતાંય સપ્તાહમાં ચાર દિવસ વિમાન સેવા કાર્યરત હતી, જેના કારણે પ્રવાસીઅો કંડલા અને અમદાવાદ તરફ ફંટાઇ જતા હતા. ભુજથી વિમાની સેવા મુંબઇ માટે હવે સપ્તાહમાં ચાર નહીં પણ પાંચ દિવસ રહેશે. અત્યાર સુધી સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારના સવારે ફલાઇટ 8.10ના અાવતી અને 8.40ના પરત મુંબઇ માટે રવાના થાય છે, જો કે હવે બુધવારે પણ ભુજ-મુંબઇ માટે ફલાઇટ અાવન-જાવન કરશે. સપ્તાહમાં પાંચ દિવસ ફલાઇટ સેવા હોવાને કારણે કંડલા સુધી જવામાં મુસાફરોને રાહત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજથી હાલે માત્ર મુંબઇની એક જ ફ્લાઇટ ઉડાન ભરે છે, અન્ય શહેરોને સાંકળતી હવાઇ સેવા પણ ઝડપથી શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પ્રબુદ્ધ વર્ગ જણાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...