તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંદના:કચ્છના પ્રથમ સાંસદ સ્વ. ગુલાબશંકર ધોળકિયાની જન્મજયંતિએ વંદના કરાઇ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છના પ્રથમ સાંસદ અેવા સ્વ. ગુલાબશંકર ધોળકિયાની જન્મજયંતિઅે ભુજના હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા પ્રતિમા પાસે વંદના કરવામાં અાવી હતી. અા પ્રસંગે નિબંધ સ્પર્ધાનું અાયોજન કરાયું હતું, જેમાં પ્રથમ ત્રણ વિજેતાઅોને ઇનામ અપાયા હતા અને પ્રોત્સાહિત કરાયા હતા. સાથે સાથે શ્રેષ્ઠ નાગરિક તરેકી ઇસ્માઇલભાઇ જુણેજાનું શાલ અોઢાળીને સન્માન કરાયું હતું. અા કાર્યક્રમમાં ભુજના ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે, જગદીશભાઇ મહેતા, ચંદ્રવદનભાઇ પટ્ટણી, કેતનભાઇ વૈષ્ણવ, અનુપમભાઇ શુક્લ, નરેશભાઇ પાઠક, ઇલાબેન છાયા, વિનોદભાઇ ગોર, રોહિતભાઇ પાઠક સહિતના અાગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઇ અંતાણીઅે કર્યું હતું અને અાભારવિધિ હિતેન્દ્રભાઇ ધોળકિયાઅે કરી હતી. ઇનામો પુષ્પાબેન સચદે દ્વારા અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો