તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેમ્બર- ડિસેમ્બરમાં પ્રથમ પરીક્ષા લેવાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ પૂર્ણ થયા બાદ શૈક્ષણિક કેલેન્ડર સરકાર દ્વારા જાહેર કરાશે

કચ્છની જુદી જુદી કોલેજમાં હાલ પ્રથમ વર્ષ માટે અેડમીશન ચાલુ થઇ ગયા છે, અેડમિશનના રાઉન્ડ પૂર્ણ થયા પછી સરકાર દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં અાવશે. સંભવત: નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં અાવશે. હાલ અેડમિશનના રાઉન્ડ ચાલુ છે.

ધોરણ 12નું સામાન્ય, વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કોલેજોમાં અેડમિશન શરૂ કરવામાં અાવ્યા છે. પરીક્ષાનું પરિણામ ઉચુ હોવાથી મેરીટ લીસ્ટ પણ ઉચુ જશે. સરકારી અને અર્ધસરકારી કોલેજોમાં અેડમિશન મેળવ્યા બાદ ખાનગી કોલેજોમાં અેડમિશન માટે વિદ્યાર્થીઅોની લાઇનો લાગશે.

કચ્છમાં કોમર્સ, અાર્ટસની કોલેજોમાં અેડમિશન મેળવવા માટે રાઉન્ડ શરૂ થઇ ગયા છે જે પૂર્ણ થયા બાદ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં અાવશે. અેડમિશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં અાવશે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, હાલ અંતિમ રાઉન્ડ ચાલી રહ્યું છે બાદમાં અેકેડમિક કેલેન્ડર જાહેર થશે અને સંભવત: નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં અાવશે. બીજી તરફ, અા દિવસોમાં દિવાળી હોવાથી વેકેશન પહેલા પરીક્ષા લેવાશે કે વેકેશન પછી તે અંગે પણ અસમંજસતા ફેલાઇ રહી છે.

પ્રવેશ માટે પડાપડી : સરકારી-અર્ધસરકારી કોલેજમાં મર્યાદા, ખાનગીને બખ્ખા
12માં ધોરણનું પરિણામ ઉચુ અાવ્યું હોવાથી કોલેજમાં અેડમીશન લેવા માટે પડાપડી થશે. મેરીટ લીસ્ટમાં નામ અાવી જાય તો ઠીક નહીંતર સરકારી કે અર્ધસરકારી કોલેજમાં અેડમીશન લેવા માટે ભલામણનો દોર શરૂ થશે. જો કે, અા કોલેજમાં મર્યાદા મુજબ અેડમિશન અાપી શકાય તેમ છે. અંતે ખાનગી કોલેજમાં અેડમિશન લેવા વિદ્યાર્થી-વાલીઅો મજબુર બનશે. અામ સરકારી અને અર્ધસરકારી કોલેજને બદલે ખાનગી કોલેજને બખ્ખા થઇ પડશે. બીજી તરફ સ્ટાફનો અભાવ હોવાના કારણે પણ વધુ વિદ્યાર્થીઅોને અેડમિશન અાપી શકાતા નથી.

અન્ય સમાચારો પણ છે...