તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100% સફળતા:ગેલડા ગામમાં વેક્સિનનો પ્રથમ ડોઝ તમામ ગ્રામજનોએ લઈ બતાવી અદભૂત જાગૃતિ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ જ્ઞાતિ આગેવાનોને સોંપાઈ તેમના સમાજની જવાબદારી
  • મુસ્લિમ સમાજ સહિતની તમામ કોમે સહકાર આપી અને રસી લગાવી

મુન્દ્રા તાલુકાના ગેલડામાં તમામ ગ્રામજનોઅે કોરોના સામે રક્ષણ અાપતી રસીનો પ્રથમ ડોઝ મેળવી અદભૂત જાગૃતિ બતાવી છે. 100 ટકા લક્ષ્યાંક પાર પાડવા માટે તમામ જ્ઞાતિના અાગેવાનોને પોતપોતાના સમાજની દરેક વ્યક્તિ રસી મેળવે અે માટે જવાબદારી સોંપાઈ હતી, જેમાં મુસ્લિમ સહિતના તમામ કોમના જ્ઞાતિ અાગેવાનોઅે સહયોગ અાપ્યો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય અને કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીઅે વધુ માહિતી અાપતા જણાવ્યું હતું કે, પેજ કમિટીની સિસ્ટમથી 100 ટકા રસીકરણને પાર પાડવાનો નિર્ણય લેવાયો હતો.

ગામડાના સ્ત્રી-પુરુષની સમજ મુજબ રસીકરણની જરૂરિયાત ગળે ઉતારી હતી. જે માટે સાૈથી પહેલા દરેક જ્ઞાતિના અાગેવાનોને રસી લીધેલા અને બાકી રહેલાની નામાવલિ અાપવામાં અાવી હતી, જેમાંથી બાકી રહી ગયેલા લોકોને સમજાવીને રસી લેવા રસીકરણ કેન્દ્ર સુધી લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી. દરેક જ્ઞાતિના અાગેવાનોઅે પણ જાગૃતિ બતાવીને કામગીરી ઉપાડી લીધી હતી. જે માટે લોકોની બેઠકોનો દોર પણ ચાલ્યો હતો. લોકોને મુંઝવતા પ્રશ્નોનો ડો. કનૈયાલાલ રાસ્તેઅે નિવેડો લાવ્યો હતો.

રસી લેનારાને તાળીઅો પાડી વધાવી લેવાયા
રસી લેવા અાવનારી લોકોને તાળીઅોના ગડગડાટ સાથે વધાવી લેવાયા હતા, જેથી રસી લેનારા પ્રોત્સાહિત થયા હતા અને બીજાને પણ રસી લેવા માટે ઉત્સાહિત કર્યા હતા.

મહિલાઅોને પણ સોંપાઈ જવાબદારી
ગામડામાં અેક મહિલા ઘરમાંથી બહાર નીકળે અેટલે શેરી મહોલ્લાની બાકીની મહિલાઅો પણ પૂછે કે, અેલી સિદ્ધ જાય છે. પછી અેની જોડે સથવારો અાપવા નીકળી પડે, જેથી મહિલાઅોની માનસિકતા સમજીને અેવી મહિલાઅોને રસી લેવા તૈયાર કરવામાં અાવી. અેક મહિલા નીકળે અેટલે અેની જોડે બીજી મહિલાઅો પણ બેચારના ટોળા સ્વરૂપે રસી લેવા પહોંચી અાવતી હતી.

અન્ય સમાચારો પણ છે...