તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The First Crop Of Barhi Kharek In The Market By Mulching Method By The Only Kharek Crop Excellence Center Of The Country In Kutch.

ખેતીની વાત:કચ્છમાં દેશના એકમાત્ર ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા મલ્ચીંગ પધ્ધતિથી બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામીન નેતાનયાહુ દ્વારા પ્રારંભ કરાયેલા કેન્દ્રમાં 3478 ખેડૂતો તાલીમ પામ્યા
  • 2.25 હેકટરમાં 262 છોડમાંથી અંદાજે 6 હજાર કિલો ખારેક ઉત્પાદનનો અંદાજ

ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એ ઈઝરાયેલ દેશની બાગાયત ખેતી પધ્ધતિ ભારતે પણ અપનાવી છે. વિશેષ ગુજરાતમાં જોઇએ અને એમાંય વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢ્યું છે. કચ્છની કેસર હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે, કચ્છી માડુઓ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઇ રહ્યા છે.

કચ્છી ખેડુઓ માત્ર પોતાની મહેનત જ નહીં પણ રાજ્ય સરકારના કૃષિ ઉત્સવો અને સહાયોને પણ મહત્વપૂર્ણ માને છે. ખેડૂત મબલખ પાક મેળવી બે પાંદડે થઇ પોતાની આગવી ઓળખ ઉભી કરે તે માટે સરકાર દ્વારા 2018માં કચ્છના કુકમા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઈઝરાયલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ પ્રારંભ કરાવ્યો હતો. ભારત અને ઈઝરાયેલ સરકારના સંયુકત પ્રોજેકટ ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનો પ્રારંભ રાજ્ય સરકારના બાગાયત ખાતા અંતર્ગત કરવામાં આવ્યો હતો.

સેન્ટર ઓફ એકસલનસ ફોર ડેટ પામ એટલે કે, ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રએ રાજયના ખેડૂતોને ખેતી વિષયક હાઇટેક નોલેજ, ઉત્પાદન ક્ષમતા વધારવાની પધ્ધતિ અને ફાર્મ શિબિર અને વર્કશોપ દ્વારા તાલીમબદ્ધ કરી ઓછા ખર્ચ અને રોકાણથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાનું તાલીમ કેન્દ્ર પણ છે.

ઈન્ડો ઈઝરાયેલ પ્રોજેકટ હેઠળ સ્થપાએલા આ કેન્દ્રમાં 6 હેકટરમાં બરહી ખારેક સાથે વિવિધ બાગાયતી પાક જેવાં કે અંજીર, ડ્રેગન, દાડમ, કાજુ, કેસરના છોડ પણ તૈયાર થઇ રહ્યા છે. જ્યારે 2.5 હેકટરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને બેન્જામીન નેતનયાહુ દ્વારા રોપાયેલ છોડ સાથે 262 બરહી ખારેકના વૃક્ષ પરથી હાલે ગુણાવતાયુકત પાક ભારતના બજારમાં પહોંચી રહ્યો છે.

સેન્ટરના પ્રોજેકટ ઓફિસર કેતનભાઇ પટેલ કહે છે તેમ ભારતનું આ એકમાત્ર ડેમોસ્ટ્રેશન છે. જ્યાં 100 ટકા ડ્રીપ ઈરીગેશન અને પ્લાસ્ટિક મલ્ચીંગ પધ્ધતિથી ખારેક ઉત્પાદન કરવામાં આવે છે. આધુનિક ખેતી પધ્ધતિથી ગુણવતાયુકત બરહી ખારેકનો પ્રથમ પાક હાલે રાજય અને દેશમાં માંગ પ્રમાણે વેચાણ કરાઇ રહ્યો છે.

રાજ્યના ખેડૂતોને ઈઝરાયેલી ખેતી પદ્ધતિથી ઈઝરાયેલી બરહી ખારેકની જાળવણી, લણણી, પરાગ નયન, કાપણી અને પછીનું વ્યવસ્થાપન અંગે નિષ્ણાંતો દ્વારા કુલ 3478 ખેડૂત પુરૂષ અને મહિલાઓ તાલીમ પામ્યા છે. ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન હેઠળ અહીં નર અને માદા ખારેક છોડના પરાગનયન પણ શીખવાડવામાં આવે છે.

બી, પીંલા અને ટીસ્યુકલ્ચરથી ખારેક ઉછેર થાય છે જેમાં હાલ ખેડૂતો ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર વધુ અપનાવી રહ્યા છે. રૂ.3750ના એક છોડ પૈકી રાજ્ય સરકાર રૂ.1250ની સહાય આપે છે. હાલે બે હજાર હેકટરમાં કચ્છમાં બરહી ખારેકનું વાવેતર છે. પ્લાસ્ટિક મલ્ચીંગથી નવા છોડમાં મુળિયાના પોષકતત્વો જળવાય છે તેમજ ઓઇલ નેટવર્કથી ખાતર પાણી અને વીજળી બચાવ થાય છે.

ખારેક માટે કહેવાય છે કે, પગ પાણીમાં અને માથુ આગમાં જેને ટપક સિંચાઇ અને પ્લાસ્ટિક મલ્ચીંગથી સાકાર કરી શકાય છે. આ કેન્દ્ર પરથી માંગ પ્રમાણે પીલાં (ખારેક) લઇ તેના ઓર્ડર પ્રમાણે કિલોથી લઇ 20 કિલો સુધીના પેકીંગ કરી પાર્સલ કરવામાં આવે છે.

ઈઝરાયેલી ખારેકની મબલખ પાક લઇ ખેડૂતો મબલખ કમાય તે માટે તાલીમથી તૈયાર કરાયેલા ખેડૂતો પૈકી ભુજ તાલુકાના માધાપર, ભૂજોડી, લહેરના 65 વર્ષિય ખેડૂત જાવદજી વેલજીભાઇ વેકરીયા ટપક સિંચાઇથી બરહી અને દેશી ખારેક તૈયાર કરી છે. હાલ એનો પાક તૈયાર છે. 'મારા ખેતરમાં 480 ખારેકના ઝાડ તૈયાર છે એ પૈકી 235 જેટલા છોડની પ્રતિ એકની રૂ.1250ની સબસીડી મેળવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખારેક કરવાનું તાલીમમાં મે જાણેલું હવે એ પણ કરીશું' એમ જાદવજી વેકરીયા કહે છે. બાગાયત તરફથી મળતી રોપા સહાય અને ટપક સિંચાઇ લાભની વાત કરતા સરકારનો તેઓ આભાર માને છે.

અન્ય સમાચારો પણ છે...