તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:પહેલા 5000 કેસ 375 દિવસમાં અને બાકીના 5000 માત્ર 41 દિવસમાં આવ્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 10 હજારને પાર
  • 21 માર્ચ 2020ના પ્રથમ કેસ નોંધાયા બાદ ચાલુ વર્ષના એપ્રિલ માસથી સ્થિતિ બેકાબુ બની
  • કચ્છમાં કોરોનાથી વધુ 5 મોત, અેક જ દિવસમાં અધધ 244 સંક્રમિત, સાજા પણ વિક્રમી 114 થયા
  • ભુજમાં 84, ભચાઉમાં 40, અંજારમાં 32, ગાંધીધામમાં 28, નખત્રાણામાં 16
  • અબડાસામાં 14, રાપરમાં 10, માંડવીમાં 9, મુન્દ્રામાં 8, લખપતમાં 3 ઉમેરાયા

કચ્છમાં સોમવારે કોરોનાથી વધુ 5ના મોત જિલ્લા વહીવટી તંત્રે ચોપડેથી બતાવ્યા છે. જે સાથે અત્યાર સુધી કોરોનાથી કુલ મોતનો અાંકડો 236 થઈ ગયો છે. બીજી તરફ અેક જ દિવસમાં અત્યાર સુધીના સાૈથી વધુ અધધ 244 સંક્રમિતો ઉમેરાયા છે. જોકે, વિક્રમી 114 દર્દી સાજા પણ થયા છે. પરંતુ, હોસ્પિટલમાં સારવાર હેઠળનો અાંકડો વધીને 3406 ઉપર પહોંચી ગયો છે. અામ, કચ્છના લોકો સાથે જિલ્લા અારોગ્ય તંત્રની ચિંતા બેવડાઈ ગઈ છે.

શહેરોના કુલ 148 સંક્રમિતોમાંથી ભુજમાં 46, ભચાઉમાં 35, અંજારમાં 27, ગાંધીધામમાં 23, માંડવી, રાપરમાં 6-6, મુન્દ્રામાં 5 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 96માંથી તાલુકા મુજબ ભુજના 38, નખત્રાણાના 16, અબડાસાના 14, અંજાર, ભચાઉ, ગાંધીધામના 5-5, રાપરના 4, લખપત, માંડવી, મુન્દ્રાના 3-3 કેસનો સમાવેશ થાય છે. અામ, કચ્છ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવનો અાંકડો 10040 ઉપર પહોંચી ગયો છે, જેમાંથી પહેલા 5000 કેસને 375 દિવસ લાગ્યા હતા અને બાકીના 5000 કેસ માત્ર 41 દિવસમાં ચોપડે ચડી ગયા છે.

ભુજમાં સરકારી 223 અોક્સિજન અને 17 વેન્ટિલેટર બેડ ખાલી
કચ્છમાં સરકારી હોસ્પિટલમાં સ્થિતિ જોઈઅે તો ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં અોક્સિજનના 417માંથી 208 બેડ ખાલી છે. પરંતુ, વેન્ટિલેટરના 53માંથી અેકેય બેડ ખાલી નથી. જ્યારે સમરસ હોસ્ટેલમાં અોક્સિજનના 76માંથી 15 અને વેન્ટિલેટરના 24માંથી 17 બેડ ખાલી છે. ભચાઉમાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં અોક્સિજનના 19માંથી 8, ભચાઉ સીઅેચસીમાં અોક્સિજનના 21માંથી 1 બેડ ખાલી છે. રાપરમાં સીઅેચસી પલાસવામાં 18માંથી 1, મોડેલ ગર્લ્સ હોસ્ટેલમાં અોક્સિજનના 27માંથી 22 બેડ ખાલી છે. માંડવી અેસ.ડી.અેચ.માં અોક્સિજનના 18માંથી 3 બેડ ખાલી છે. અબડાસામાં રાતા તળાવ સીસીસીમાં અોક્સિજનના 40માંથી 7 બેડ ખાલી છે.

હવે RT-PCR રિપોર્ટ વ્હોટ્સ એપ પર અપાશે
જી.કે.માં બે મશીન કાર્યરત થતા હવે આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ બીજા દિવસે આપવાનું દાવો કરવામાં આવ્યો છે. સાથોસાથ રિપોર્ટ સીધા દર્દીઓના વ્હોટ્સ એપ પર પણ મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...