આયોજન:સફેદ રણમાં ‘ત્રિરંગા’ની થીમ પર યોજાનાર કાર્યક્ર્મને આખરી ઓપ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીએ અફાટ સફેદ રણમાં ભારતના ત્રિરંગાની થીમ પર યોજાનારા કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર સજ્જ છે અને કાર્યક્રમને લઇને મંગળવારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
દિવાળીએ અફાટ સફેદ રણમાં ભારતના ત્રિરંગાની થીમ પર યોજાનારા કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર સજ્જ છે અને કાર્યક્રમને લઇને મંગળવારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
  • સીએમના કાર્યક્રમ પૂર્વે પોલીસ જવાનોના પ્રશ્નોના ઉકેલની ગૃહ મંત્રીએ આપી ખાતરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ધોરડો ખાતે દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવવા આવી રહ્યા છે, ત્યારે બીએસએફ,આર્મી,નેવી,તટરક્ષક દળ, એનસીસી અને ગુજરાત પોલીસના જવાનો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. એક દિવસ અગાઉ સફેદ રણ વચ્ચે ઊભા કરવામાં આવી રહેલા સ્ટેજ અને બેઠક વ્યવસ્થા ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની પરંપરાને આગળ વધારતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના બોર્ડર જિલ્લા એવા કચ્છમાં ફરજ બજાવતાં જવાનોને બિરદાવવા તેમની સાથે દિવાળી પર્વ ઉજવશે. ગુજરાત પોલીસ અને રમત-ગમત, યુવા- સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે સાંજે 4 થી 6 કલાક દરમિયાન ‘ભારતના ત્રિરંગા’ ની થીમ ઉપર દેશની સરહદો અને આંતરિક સુરક્ષા કરનાર જવાનો વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે, જેમાં સ્થાનિક નાગરિકો પણ સહભાગી થશે.

પોલીસ પરિવારના જવાનોના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાજ્યક્ક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે. પોલીસના જવાનો સાથે જિલ્લાસ્તરે કમિટી દ્વારા સંવાદ કરીને તેમના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રશ્નોનો ઝડપી હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે, તેવો વિશ્વાસ પણ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવારોને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...