વિવાદ:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુર થયેલા કામોની ફાઈલ દબાવાઈ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવે.માં 7 કરોડના કાર્યોમાંથી માત્ર 1.45 કરોડના થયા
  • સદસ્યો અને ઠેકેદારોમાં નારાજગી સાથે ગણગણાટ

કચ્છ જિલ્લા પંચાયતની નવેમ્બર માસની 23 તારીખે સામાન્ય સભા મળી હતી, જેમાં 7 કરોડના વિકાસ કામો મંજુર થયા હતા. જેની ફાઈલ ડીડીઓની ટેબલ ઉપર અટકાવી દેવાઈ છે, જેથી હાલના અને પૂર્વ સદસ્યોમાં નારાજગી સાથે ગણગણાટ શરૂ થઈ ગયો છે. 23મી નવેમ્બરે સામાન્ય સભામાં 7 કરોડના વિકાસ કામો મંજુર કરવામાં અાવ્યા હતા, જેમાં ઈન્ટરલોક બ્લોક અને સી.સી. રોડના કામો મંજુર કરવામાં અાવ્યા હતા. જોકે, 1.45 કરોડના કામો થઈ ગયા છે. પરંતુ, 5.55 કરોડના કામોની ફાઈલ જિલ્લા વિકાસ અધિકારીની ટેબલે અટકાવી દેવાઈ છે. જે બાબતે પૂર્વ સદસ્યો અવારનવાર પૂછપરછ કરે છે.

પરંતુ, 2017ના પરિપત્રનો હવાલો અાપીને કામ હાથ ઉપર લઈ શકાય અેમ નથી અેવું કહી દેવાય છે. જે બાબતે હાલના કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અે બાબતે મારા ધ્યાનમાં અાવ્યું નથી. કદાચ અાયોજન હેઠળના હશે, જેથી કોઈ કારણસર અટક્યા હશે. હાલના પ્રમુખ પારુલ કારાનો કોલથી સંપર્ક થઈ શક્યો ન હતો. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે હંમેશ મુજબ કોલ રિસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...