તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભીરંડિયારાથી ધોરડો ફોર લેન માર્ગની ફાઇલ અભેરાઇએ ચડી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર માર્ગીય રસ્તાના બદલે માત્ર થોડીક પહોળાઇ વધારાઇ
  • બન્ની પંથક સાથે અન્યાય કરાયાની રાવ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

ગત વર્ષે ધોરડોની મુલાકાતે અાવેલા રાજ્યના મુખ્યમંત્રીઅે ભીરંડિયારા-ધોરડો સુધીના ફોરલેન માર્ગના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી પરંતુ અા પ્રોજેક્ટની ફાઇલ અભેરાઇઅે ચડાવી દઇ બન્ની પંથક માટે અન્યાય કરાયો છે. હાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગનું કામ ચાલી રહ્યું છે તેમાં ભિરંડિયારાથી હોડકો સુધી ચાર માર્ગીય રસ્તાના બદલે માત્ર થોડી પહોળાઇ વધારી ડામરથી મઢવા માટેની કામગીરી ચાલી રહી છે, જેના પરથી પ્રતીત થાય છે કે, ચાર માર્ગીય રસ્તાના નિર્માણ માટેની કોઇ જ ગતિવિધિ નથી.

વધુમાં હોડકોથી ધોરડો રોડ નિર્માણમાં પણ સ્થાનિક અેજન્સી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર અાચરવામાં અાવી રહ્યો છે કારણ કે, ભિરંડિયારાથી હોડકો સુધી માર્ગની જેટલી પહોળાઇ રખાઇ છે તેટલી પહોળાઇ હોડકોથી ધોરડો સુધીના માર્ગમાં નથી.

અધુરામાં પૂરું માર્ગની બંને બાજુ કપચી, મેટલ સિમેન્ટ મિશ્રિત મટીરીયલના ઉપયોગ વિના સાઇડમાં ઉપરથી ડામરનું કામ તકલાદી રીતે કરાઇ રહ્યું છે અને ભિરંડિયારા-હોડકો સુધી પણ ડામરનો વપરાશ નિયમ મુજબ કરાતો નથી. અા માર્ગ રણોત્સવ, ખાનગી ઉદ્યોગો, પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઅો વગેરે માટે મહત્વનો હોઇ બન્ની પંથક સાથે કરાયેલા અન્યાય મુદ્દે ગોરેવાલી જૂથ ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ બાબાખાન અેચ. મુતવાઅે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...