તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મ દિવસની અનોખી ઉજવણી:મૂળ બિદડાના પિતાએ 22 દિવસની પુત્રીને ચંદ્ર પર જમીન ભેટમાં આપી !

બિદડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અમેરિકન વેબસાઇટ દ્વારા ચંત્ર પર એક એકર જમીન ખરીદવા બદલ આપવામાં આવેલું રજિસ્ટર કલેઇમ એન્ડ ડીડનું પ્રમાણપત્ર. - Divya Bhaskar
અમેરિકન વેબસાઇટ દ્વારા ચંત્ર પર એક એકર જમીન ખરીદવા બદલ આપવામાં આવેલું રજિસ્ટર કલેઇમ એન્ડ ડીડનું પ્રમાણપત્ર.
 • હાલ દુબઇ સ્થાયી થયેલા કચ્છી યુવાને અનોખી રીત દિકરીના જન્મને વધાવ્યો
 • નવજાત પુત્રીને ચાંદામામાની ધરતી પર એક એકર જમીન લઇ આપવાનો સંભવત: પ્રથમ કિસ્સો

દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે. ખાસ કરીને પિતા માટે પુત્રી વિશેષ લાડલી હોય છે. અા લાડમાં જ મૂળ બિદડા કચ્છ ( હાલે દુબઈ) રહેવાસી રીનીત ખુશાલભાઈ રાજગોર જેઓના ઘરે પુત્રી રત્નનું અવતરણ થયા બાદ માત્ર 22 દિવસની દીકરી "જોવી"ને પિતા દ્વારા ચંદ્ર પર એક એકર જમીન ભેટ આપી હતી ! અમેરિકન વેબસાઇટ દ્વારા માત્ર કાગળ પૂરતી વેચાતી જમીન અામ તો દુનિયાભરના લોકો પોતાનો શોખ પૂર્ણ કરવા ખરીદે છે. પરંતુ માત્ર અેક મહિનાની પુત્રીના નામે ચંદ્ર પર જમીન ખરીદવાનો અા સંભવત: પ્રથમ કિસ્સો હશે.

મૂળ મસ્કાના ખુશાલ નાનજી રાજગોર (મોતા) હાલ બિદડામા રહે છે અને ગામમાં ડિશવારા મારાજના નામે જાણીતા છે. તેમના પુત્ર રિનિત રાજગોર છેલ્લા 11 વર્ષથી દુબઇમાં સ્થાયી છે. જ્યાં તેઅો અેક જાણીતા જ્વેલર્સના શોરૂમમાં હેડ સેલ્સમેનની જવાબદારી સંભાળે છે. તેમના લગ્ન પાંચ વર્ષ પહેલા જીગીશાબેન સાથે થયા હતા. તેમના પારણે પાંચ વર્ષ બાદ અાજથી 22 દિવસ પહેલા અેક પુત્રી રત્નનો જન્મ થયો હતો. જેનું નામ તેઅોઅે જોવી રાખ્યું છે. પુત્રીની ખુશીમાં પિતાઅે ચંદ્ર પર અેક અેકર જમીન બુક કરાવી છે. અેક અમેરિકન કંપની ચંદ્ર પર જ અાવી રીતે જમીન વેચે છે. જોકે અા અેક માત્ર શોખ છે. ખરેખર કોઇ ચંદ્ર પર જમીન મેળવી કે ખરીદી કે વેચી શકતું નથી.

નવાઇની વાત અે છે કે અા રાજગોર પરિવારમાં પુત્રીના જન્મ બાદ જમીન ખરીદવાની પરંપરા છે. બિદડા રહેતા ખુશાલભાઇના ઘરે અાજથી 30 વર્ષ પહેલા જ્યારે પુત્રીનો જન્મ થયો હતો ત્યારે પુત્રી 17 દિવસની હતી તે વખતે તેઅોઅે બિદડામાં પ્લોટ ખરીદ્યો હતો. હવે ખુશાલભાઇના પુત્રઅે પોતાની પુત્રીના જન્મની ખુશીમાં ચાંદ પર જમીન ખરીદી છે ! દુબઇ સ્થિત રિનિતભાઇઅે જણાવ્યું હતું કે, પોતાને કામકાજ અર્થે લંડન, અમેરિકા અને જાપાનમાં જવુ પડે છે. ત્યાંના મિત્રો દ્વારા અાવી રીતે ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે તે જાણવા મળ્યુ હતું. પુત્રીનો જન્મ થતા તેના નામે જમીન ખરીદી છે.

માત્ર કાગળ પર જમીન મળે વાસ્તવિક નહીં ! : શોખ ખાતર કરાતી ખરીદી
અનેક કંપનીઅો માત્ર અાત્મ સંતોષ માટે અાવી રીતે ચંદ્ર પર જમીન વેચે છે. વાસ્તવિક રીતે કોઇ ચંદ્ર પર જમીન લઇ શકતું નથી. કારણ કે વર્ષ 1967માં અેક અાંતરરાષ્ટ્રીય સંધી થઇ હતી. જેમાં ભારત સહિત 104 દેશે સહી કરી હતી. જેને અાઉટર સ્પેસ ટ્રીટી કહેવામાં અાવે છે. જેમાં ચંદ્ર સહિતના અાંતરીક્ષના પદાર્થોને કોમન હેરિટેઝ લેખાવામાં અાવ્યા છે. અેટલે કે અા સ્થળ કોઇની સંપતિ નથી. અેટલે કે તેનો કોઇ અેક દેશ માલિક નથી. અેટલે માત્ર શોખ ખાતર અાવી રીતે જમીન લેવાય છે.

સુશાંત સિંઘ રાજપૂત અને શાહરુખના નામે ચંદ્ર પર પ્લોટ
ચંદ્ર પર જમીન લેવાની અનેકને ઇચ્છા હોય છે. જેમાં ફિલ્મ સ્ટારો પણ બાકાત નથી. ગત વર્ષે અવસાન પામેલા અેકટર સુશાંતસિંઘ રાજપૂતે પણ અાવી રીતે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. શાહરૂખ ખાનના નામે પણ ચંદ્ર પર જમીન છે. જોકે તેઅોઅે ખુદ તે ખરીદી નથી. તેઅોના અેક પ્રસંશકે અા જમીન ભેટમાં અાપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો