રજૂઆત:મીરજાપરના એ યુવાનની હત્યા કરાઇ હોવાનો પરિવારનો આક્ષેપ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જવાબદારની ધરપકડ કરવા એસપીને રજૂઆત
  • મોબાઇલના ડેટાની તપાસ થાય તો, સત્ય બહાર આવે

ભુજ મિરજાપર રોડ હાઇવે પર આવેલા નેક્ષા કારના શોરૂમની છત ઉપરથી પડી જવાથી મીરજાપરના વિષ્ણુ બાબુલાલ મહારા નામના યુવાનના મોતના કિસ્સામાં અકસ્માત કે આપઘાત નહીં પણ હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે મૃતકની માતા હસ્તુબેન બાબુલાલ મહારો પશ્ચિમ કચ્છ પોલીસ વડાને લેખિત રજુઆતમાં શકમંદના નામ જોગ સાથે તટસ્થ તપાસ કરી જવાબદાર આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે.

ગત 18મી જુનના અરજદાર મહિલાના પુત્રનું મોત નહીં પરંતુ ખૂન થયું હોવાની શંકા સાથે આ મામલામાં સંડોવાયેલા શખ્સોના નામ જોગ આક્ષેપ કર્યા છે. તેમજ પોલીસની તપાસની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરીને રજુઆતમાં જણાવ્યું છે. કે, હતભાગી યુવાનના મોત બાદ પોલીસે તેનો મોબાઇલ કબજે લીધો છે.

જેનું આજ દિવસ સુધી પેટર્ન લોક ખુલ્યું નથી. તેમજ મૃતક અને શકમંદ યુવાનોના મોબાઇલની ડીટેઇલ અને શકમંદના 3મોબાઇલના લોકેશન મેળવવામાં આવે તો સમગ્ર મામલા પાછળના કારણો બહાર આવે તેમ છે. જેથી આ ઘટના બાબતે હત્યાના મામલે ગંભીરતાથી તપાસ કરી જવાબદાર આરોપીઓની ધરપકડ કરવામાં આવે તો મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી એસ.પી. સમક્ષ લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...