તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાજિક ન્યાય સમિતિ માટે મથામણ:ભુજ તાલુકા પંચાયતમાં પાલિકાની કારોબારી સમિતિમાં મર્યાદિત 5થી 6 સભ્યો રખાશે, ગત બોડીમાં 11 સભ્યો રખાતા મતભેદોથી નિર્ણય નહોતા લેવાતા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ નગરપાલિકામાં પ્રમુખ સ્થાને પ્રથમ ખાસ સામાન્ય સભામાં અંદાજપત્ર રજુ થઈ ગયો છે અને હવે હોળાષ્ટક ઉતર્યા બાદ વિવિધ સમિતિઅોની રચના માટે વધુ અેક ખાસ સામાન્ય સભા બોલાવાશે. બીજી બાજુ ભુજ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના સભ્યો અને ચેરમેનની વરણી માટે પણ મથામણ ચાલી રહી છે. કેમ કે, પછાત વર્ગના ભાજપના 2 અને કોંગ્રેસના 3 સભ્યો ચૂંટાઈને અાવ્યા છે.

ભુજ નગરપાલિકાની ગત 2015થી 2020 સુધીના પાંચ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીઅે છેલ્લા અઢી વર્ષ માટે કારોબારી સમિતિમાં 11 સભ્યોની નિમણૂક કરી હતી, જેથી નિર્ણય લેવામાં મતભેદો સર્જાતા હતા. પરંતુ, અા વખતે અે ભૂલનું પુનરાવર્તન ન કરવા નિર્ણય લેવાયો છે અને માત્ર 5થી 6 સભ્યોની કારોબારી સમિતિ બનાવવા મથામણ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કારોબારી ચેરમેન તરીકે જગત વ્યાસની વરણી થઈ ગઈ છે. પરંતુ, સત્તાવાર સમિતિ અને સમિતિના સભ્યોની વરણી થઈ ગયા બાદ પદગ્રહણ કરશે. બીજી બાજુ ભુજ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ, સમિતિના સભ્યો અને ચેરમેનની વરણી માટે મથામણ ચાલી રહી છે. કેમ કે, પછાત વર્ગમાંથી ભાજપના માત્ર 2 સદસ્યો ચૂંટાયા છે અને કોંગ્રેસમાંથી 3 સભ્યો ચૂંટાઈને અાવ્યા છે. અામ, સમિતિના બે સભ્યોમાંથી અેકની ચેરમેન તરીકે વરણી થયા બાદ બાકીનો અેક જ સભ્ય રહે છે. જોકે, કો.સભ્યોને સમિતિમાં સમાવીને ગૂંચ ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને 1લી અેપ્રિલ બાદ વધુ અેક સામાન્ય સભા બોલાવીને વરણી કરી દેવાય અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો