કાર્યવાહી:પાવરપટ્ટીમાં માસ્ક માટે અન્ફોર્સમેન્ટ ટીમે આઠ હજારનો દંડ વસૂલ્યો

નિરોણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો સામે પગલા ભરાઇ રહ્યાં છે. પાવરપટ્ટી વિસ્તારમાં પણ અન્ફોર્સમેન્ટની ટીમે દંડ વસુલ્યો હતો. રવિવારે પાવરપટ્ટી વિસ્તારમાં અન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગરના લોકો પર કાયદાકીય કાર્યવાહી કરી હતી. જેમાં રૂપિયા અાઠનો દંડ વસૂલ કરવામાં અાવ્યો હતો. નખત્રાણા તાલુકા મામ્લાતદાર, ના. મામલતદાર, નિરોના પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામગીરીમાં જોડાયા હતા. અચાનક થયેલી કાર્યવાહીથી આ વિસ્તારમાં લોકોમાં ભય ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...