તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી વિવાદ:મહિલા કર્મીનો સાદો ખુલાસો ગ્રાહ્ય રાખીને ગીતા રબારીના રસી પ્રકરણનો ‘ધી એન્ડ’

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે-ત્રણ દિવસથી લેખિત જવાબ આપવાનું ટાળતા હતા મહિલા કર્મી
  • ગાયિકાને ઘરે રસી મુકાયાના મામલે રાજકીય વગથી ભીનું સંકેલાયાની આશંકા

લોક ગાયિકાના ઘરે જઇને કોરોના વેક્સિન આપવા અંગે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાસ્પદ બનેલા સમગ્ર મામલામાં સામેલ આરોગ્ય વિભાગના મહિલા સુપરવાઇઝરે આખરે આપેલા ખુલાસા બાદ ગીતા રબારી પ્રકરણમાં ‘ધી એન્ડ’ આવી ગયો છે. પોતાના ઘરે નિયમો વિરૂધ્ધ રસી લેવા બદલ ગાયિકાને તંત્ર દ્વારા ઠપકો અપાયો હતો તેની સાથે જ બે-ત્રણ દિવસથી લેખિત જવાબ આપવાનું ટાળતાં મહિલા કર્મચારીએ પણ તંત્ર સમક્ષ ખુલાસો કરી દીધો છે જેને જોતાં હવે આ વિષયનો અંત આવી ગયો છે અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોઇ રાજકીય દબાણના પગલે ગાયિકાના ઘરે જઇને વેક્સિનેશન કરાયું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

સ્લોટ બુક કરાવ્યો હતો, ભીડ ન થાય તે માટે ઘરે જ રસી આપી
ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું- મહિલા કર્મચારીએ તેના જવાબમાં જણાવ્યું છે કે, ગીતા રબારીએ સ્લોટ તો બૂક કરાવ્યો જ હતો પણ જો તેઓ માધાપરના આરોગ્ય કેન્દ્ર પર રસી લેવા આવે તો કોરોનાના સંક્રમણ વચ્ચે લોકોની ભીડ એકઠી થાય તેમ હતી. આવું ન થાય અને લોકહિત જળવાય તે હેતુથી તેમણે ઘરે જઇને વેક્સિનેશન કર્યું હતું. આ માટે કોઇનું દબાણ થયું નથી’.

કર્મચારીનો ખુલાસો ખાનગી રાખવાનો છે : ચાલતી તપાસ
ડો. જનક માઢક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું ‘રસી મૂકવા ગયેલા મહિલા આરોગ્ય કર્મચારીએ સમગ્ર પ્રકરણ વિશે સોમવારે જ લેખિત ખુલાસો આપી દીધો છે પણ તેમાં કઇ બાબતોનો ઉલ્લેખ છે તે કહી ન શકાય કેમ કે, આ જવાબ ખાનગી રાખવાનો છે. મહિલ સામે તપાસ ચાલી રહી છે અને શું પગલાં ભરવા તે અંગે ઉચ્ચ અધિકારીઓ આગામી સમયમાં નિર્ણય લેશે’.

અન્ય સમાચારો પણ છે...