ભુજ માંડવી રોડ પર બુધવારે રાત્ર સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રેઇલરના ચાલકે રોંગ સાઇડમાંથી આવીને ટ્રક સાથે અથડાતાં નખત્રાણાના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થવાથી હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયો છે. માનકુવા પોલીસ મથકે અકસ્માત સર્જનાર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે.
બનાવ સંદર્ભે માનકુવા પોલીસ મથકના હેડ કોસ્ટેબલ તપાસનીશ પ્રહલાદસિંહ એન. સોઢાએ ફરિયાદી પ્રવિણગીરી કિશોરગીરી ગોસ્વામી રહે બનાસકાંઠાની વિગતને ટાંકીને જણાવ્યું હતું કે, અકસ્માતનો બનાવ બુધવારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં બન્યો હતો.
ફરિયાદી પોતાના કબજાની ટ્રક લઇને મુન્દ્રાથી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી ટ્રકના ચાલક ભાવેશ શંભુભાઇ વાળંદ રહે નખત્રાણાવાળાએ રોંગ સાઇડમાંથી આવીને ધડાકા સાથે ફરિયાદીના ટ્રેઇલર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ભાવેશભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસનીશના જણાવ્યા પ્રમાણે ભાવેશભાઇ હજુ ભાનમાં આવ્યા નથી. ટ્રેઇલર ચાલકની ફરિયાદ પરથી આગળની આગળની તપાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.