તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મોટા ઉપાડે શરૂ કરેલી જિલ્લા પંચાયતની એપ લાખો ખર્ચ્યા બાદ પણ બિનઉપયોગી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર ધારે તો કોરોનાકાળમાં ગામેગામના આંકડા આપોઆપ અપડેટ કરી શકાય
  • સબસ્ક્રાઈબર બનાવવા દબાણ થયું પણ ચાલુ રાખવા વર્ષે 1.5 લાખ ન ભરાયા

કચ્છ જિલ્લા પંચાયતની 18 લાખના ખર્ચે એપ્લિકેશન બનાવાઈ છે, જેમાં જિલ્લા પંચાયત હસ્તકની શાખાઓ અને કચેરીઓ દ્વારા ઉપયોગી માહિતી અપડેટ કરવાની સુવિધા રખાઈ છે. પરંતુ, છેલ્લા વાર્ષિક 1.5 લાખનો ચાર્જ ભરાયો નથી, જેથી બિનઉપયોગી થઈ ગઈ છે. જો હાલ કોરોનાની બીજી લહેર સમયે સક્રીય કરાય તો સંક્રમિત અને કોરોનાગ્રસ્ત મૃતકના આંકડા આપોઆપ અપડેટ કરી શકાય. પરંતુ, હજુ સુધી એની તસદી લેવાઈ નથી.

તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ એપ્લિકેશન બનાવડાવ્યા બાદ જિલ્લા પંચાયતની શાખાના કર્મચારીઓ અને જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના કર્મચારીઓને સબસ્ક્રાઈબર બનવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં પણ વધુને વધુ સબસ્ક્રાઈબર બનાવવા લક્ષ્યાંક પણ આપ્યા હતા અને આદેશનું પાલન ન કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હતી, જેથી અચાનક નોંધનીય સબસ્ક્રાઈબર થવા લાગ્યા હતા. જોકે, ત્યારબાદ દર વર્ષે 1.5 લાખ રૂપિયાનો ચાર્જ ભરવાની દરકાર લેવાઈ નહીં, જેથી એપ્લિકેશન બિનઉપયોગી થઈ ગઈ છે. જો એપ્લિકેશન કરાય તો ગામેગામથી કોરોના પોઝિટિવ દર્દીઓની માહિતી મળી શકે. ગામેગામથી સાજા થતા દર્દીઓની સંખ્યા મળી શકે.

કોઇ કોરોનાગ્રસ્તનું મોત થયું હોય તો તેનો આંકડો પણ મળી શકે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી માત્ર મીટિંગો અને ઓન પેપર સુંદર કામગીરી બતાવવામાં ધ્યાન આપતી જિલ્લા પંચાયતે એની દરકાર લીધી નથી. 27મી એપ્રિલે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માધ્યમો સાથે સંવાદ સાધવાનો પ્રથમ પ્રયાસ કર્યો ત્યારે તેમણે દિવ્ય ભાસ્કરે પૂછેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ભરવાપાત્ર ચાર્જ ભરાઈ જાય એટલે એપ્લિકેશન સક્રીય થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...