ભૂલકાઓને જીવનું જોખમ:જિલ્લામાં 18 પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓથી બાળકોના જીવ પર ઝળુંબતું જોખમ

ખાવડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નજીકની નિશાળમાં ખસેડવાના મૌખિક તઘલખી નિર્ણયથી જોખમ ઉલ્ટું વધ્યું
  • પ્રાથમિક શિક્ષણાધિકારીએ ભુજમાં આચાર્યોની બેઠક બોલાવી કર્યો હુકમ

કચ્છ જિલ્લામાં 6 જેટલા તાલુકાની 18 જેટલી પ્રાથમિક શાળાઅોના અોરડા જર્જરિત છે, જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઅોને પત્ર લખી ભુજમાં મંગળવારે અાચાર્યોની બેઠક બોલાવી હતી, જેમાં નજીકની શાળામાં ખેસડવા નિર્ણય લેવાયો છે. પરંતુ, ખાવડા ગ્રુપ શાળાની ક્કરવાંઢ(ખાવડા) પ્રાથમિક શાળાને નજીકની શાળામાં સિફ્ટ કરવામાં અાવે તો વચ્ચે નેશનલ હાઈ-વે અોળંગવો પડે. જે ઉલ્ટું ભૂલકાઅોના જીવનું જોખમ વધારી દે અેમ છે.

ગુજરાત રાજ્યમાં હાલ શિક્ષણને લઈને રાજનીતિ ચાલી રહી છે એવા સમયમાં તંત્ર પણ ક્યાં સળવળતું જોવા મળી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લાની 18 જર્જરિત પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બેઠક બોલાવી સૂચના આપવામાં આવી છે કે જે શાળાઓ જર્જરિત છે એ શાળાના બાળકોને નજીકની શાળામાં શિફ્ટ કરવા. ડી.પી.ઈ.અો.ના મૌખિક તઘલખી ફરમાન કર્યું છે. જેની અસર સીધી રીતે શાળાના બાળકો ઉપર પડવાની છેે.

એવી સૂચનાનું ભોગ બનનારી બે પ્રાથમિક શાળાઓ ખાવડા વિસ્તારમાં પણ છે, જેમાં એક ગોરેવાલી ગ્રુપ શાળાની ધોરડો પ્રાથમિક શાળા એવી છે જ્યાં પટાવાળાથી લઇ પ્રધામંત્રી, રાષ્ટ્રપતિ, અનેક રાજ્યોના રાજ્યપાલો સહિત રણોત્સવમાં અનેક વીઆઇપીની મુમેંટ હોવા છતાં જર્જરિત છે જે દેખાય છે. તંત્રને કેટલું રસ છે. તેમજ ખાવડા ગ્રુપ શાળાની ક્કરવાઢ(ખાવડા) પ્રાથમિક શાળાને નજીકની શાળામાં સિફ્ટ કરવા માટેની સૂચના અપાઇ છે. જે શાળાઓ એવી છે જે વર્ષોથી નાના નાના ભૂલકાઓને ધોરણ 1થી 5નું શિક્ષણ આપી રહી છે.

એવી સ્થિતિમાં નજીકની શાળાઓમાં બાળકોને સિફ્ટ કરવા જોખમથી ભરેલું છે. જે બાબતે શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે સંઘર્ષ પણ થવાની શક્યતાઓ રહેલી છે. કેમ કે, નાના નાના બાળકો બીજી શાળા જશે. જ્યાં સુધી એ બાળક પરત ન આવે ત્યાં સુધી વાલીઓના જીવ તાળવે ચોંટેલા હશે. જે બાબતે તંત્રએ શાળાઓ શિફ્ટ કરવાના બદલે હંગામી ધોરણે ગામમાં વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ તાત્કાલિક અસરથી મકાનોનું મરંમત કામ કરવું જોઈએ.

અગાઉ સુમરાપોરની જર્જરીત શાળામાં બાળકો ઘાયલ થયા હતા
આ વિસ્તારની સુમરાપોર શાળા જર્જરિત હાલતમાં હતી. સતત તંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્રઅે ધ્યાન ન દેતા જે તે વખતે બાળકો ઘાયલ થયા હતા. ત્યારબાદ દિલ્હી સુધીની ટીમો હરકતમાં આવી હતી. તો શું આવી પરિસ્થિતિનો નિર્માણ થાય તેનો તંત્ર રાહ જોઈ રહ્યું છે કે પછી નજીકની શાળામાં બાળકો લઇ જવાનો ફરમાન કરી તંત્ર શાળાઓને તાળા લગાવવાનો વિચારી રહ્યું છે. જેવા અનેક સવાલો છે.

અાચાર્યને ડી.પી.ઈ.અો.નું પત્ર પણ ન સમજાય અેવું
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિઅે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને 11મી અેપ્રિલે જર્જરિત અોરડા ધરાવતી શાળાઅોના અાચારર્યની બેઠક વિષય પત્ર લખ્યું છે, જેમાં જર્જરિત અોરડા ધરાવતી શાળાઅોમાં વૈક્લિપક વ્યવસ્થા કરવા સૂચના થઈ અાવેલ છે. અા શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અાવેલ છે. જેની જરૂરી વિગતો અેસ.અેમ.સી. દ્વારા કરવામાં અાવેલા ઠરાવો કે અન્ય અાધારો પુરાવાઅો સાથે સંબંધિત શાળાઅોના અાચાર્યને નીચે મુજબ સ્થળે બેઠકમાં હાજર રહેવા અાપની કક્ષાઅેથી જાણ કરવા અાથી સૂચના અાપવામાં અાવે છે.

તાલુકા મુજબ જર્જરિત 18 પ્રાથમિક શાળાઅો
ભુજ : કકરવાંઢ (ખાવડા) પ્રાથમિક શાળા, વાલ્મિકી નગર પ્રાથમિક શાળા, ધોરડો પ્રાથમિક શાળા, મુન્દ્રા : સાડાઉ વા.વિ. પ્રાથમિક શાળા, નખત્રાણા : હરીપર પ્રાથમિક શાળા, ગોધિયાર મોટી પ્રાથમિક શાળા, પૈયા પ્રાથમિક શાળા, ગેચડો પ્રાથમિક શાળા, લાખિયાવીરા પ્રાથમિક શાળા, અંજાર : મીઠાપસવરિયા પ્રાથમિક શાળા, ભચાઉ : અાંબલિયારા પ્રાથમિક શાળા, બનીયારી વાંઢ પ્રાથમિક શાળા, લખાવત પ્રાથમિક શાળા, રાપર : પાવર હાઉસ પ્રાથમિક શાળા, નાંદા પ્રાથમિક શાળા, જોધારવાંઢ પ્રાથમિક શાળા, સાયરા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા, માંડવીયાવાંઢનો જર્જરિત પ્રાથમિક શાળામાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...