તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગમાં ભંગ:આદિપુરના બગીચાઓની ખસ્તા હાલતથી શહેરીજનોના રંગમાં ભંગ પડ્યો

આદિપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ બાદ બગીચાઓ ખુલ્યા, પણ યોગ્ય જાણવણીના અભાવે રમતગમતના સાધનો જર્જરિત

આદિપુરમાં ફરવાના સ્થળો મર્યાદિત છે અને એક વર્ષ બાદ અનલોકમાં બાગ-બગીચાઓ ખુલ્યા છે, પરંતુ લાંબા સમય બાદ આનંદ માણવા નીકળેલા લોકોની બગીચાઓમાં ગંદકી અને તૂટેલા સાધનોને કારણે નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાધન સામગ્રી વ્યવસ્થિત કરવામાં આવે અને સફાઇ થાય તેવી માગણી કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી કોરોનાને લીધે ઘરમાં પુરાઈ ગયેલા બાળકો હાલ અનલોકને કારણે બહાર નીકળીને રાહતનો અનુભવ લઈ રહ્યા છે, પરંતુ બગીચાઓની ખરાબ હાલતને કારણે સાંજના સમયે બાળકો રમવા ક્યાં નીકળે એક પ્રશ્ન ઉભો થયો છે.

આદિપુરમાં 64 બજાર નજીકના બગીચાની હાલત સાવ કફોડી છે. હાલના સમયે અહીં કચરાના ઢગ જોવા મળે છે, તો અંધારું થતા જ અહીં અસામાજિક પ્રવૃત્તિ નું કેન્દ્ર બની જતું તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળી જાય છે, તો હાથીબાગની પાછળની દીવાલો પાસે મોડી સાંજના સમયે ક્યારેક પ્રેમી યુગલો પણ અયોગ્ય સ્થિતિમાં જોવા મળી જાય છે.

શહેરમાં કેટલાક બગીચાઓ જુદી જુદી સંસ્થાઓ સંભાળે છે પરંતુ યોગ્ય મેઇન્ટેનન્સ ના અભાવે બાળકો માટેના ઝુલા તથા લપસણી સહિતના સાધનો કટાઇ ગયેલા દેખાય છે, જે ક્યારેક જોખમી નીવડી શકે તેમ છે આ સિવાય 3-એ નો બગીચો મોટાભાગે મોર્નિંગ - ઇવનિંગ વોક કરવા વાળા માટે જ બન્યો હોય એવું જોવા મળતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...