તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારે ચોમાસામાં વરસાદી પાણીથી ધોવાયેલા માર્ગો માટે ગ્રાન્ટ ફાળવી હતી, જેમાં ભુજ નગરપાલિકાએ બચત ગ્રાન્ટમાંથી રકમ ફાળવીને બાંધકામ શાખા મારફતે રોડનું રિસર્ફેસિંગ કામ શરૂ કર્યું છે. પરંતુ, ગટર શાખાએ ખાડા ખોદીને પાણી ફેરવવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ પાણી વિતરણ શાખાએ મંગલમ્ પાસે બીજા જ દિવસે ફરી ખોદાણ કરી રિસર્ફેસિંગનું કામ અટકાવી દીધું છે.
ભુજ નગરપાલિકાની ગટર શાખા અને પાણી વિતરણ શાખાએ શાસકોને અપયશ અપાવવા હરીફાઈ શરૂ કરી દીધી છે. પાણી વિતરણ શાખા નિયમિત અને શુદ્ધ પાણી વિતરણ વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ ગઈ છે. મંગલમ્ સર્કલ પાસે છઠ્ઠી વખત એજ સ્થળે પાણીની મુખ્ય લાઈન તૂટી ગઈ છે. એટલું જ નહીં પણ પાંચમી અને છઠ્ઠી વખત એક બે દિવસના અંતરે ફરી તૂટી છે. શુક્રવારે ખાડો ખોદી મરંમત કર્યા બાદ શનિવારે ફરી તૂટી ગઈ અને રવિવારે ફરી મરંમત માટે ખોદાણ શરૂ કર્યું, જેથી રિસર્ફેસિંગનું કામ અટક્યું પડ્યું છે.
આ અગાઉ ગટર શાખાના ખોદાકામને કારણે રિસર્ફેસિંગનું કામ અટક્યું હતું. જોકે, ગટર શાખાએ હવે નવા બનેલા રોડ ઉપર ખોદકામ શરૂ કર્યું છે. જોવા જેવું એ છે કે, પાંચ વર્ષમાં પદાધિકારીઓને પાણી વિતરણ શાખા અને ગટર વ્યવસ્થા શાખાની કામગીરી સામે સવાલો જ ન થયા. પાણી વિતરણ શાખા અને ગટર શાખાની ભ્રષ્ટ રીતિનીતિ સામે વિપક્ષનું ગળું રાડો પાડી પાડી બેસી ગયું છે. પરંતુ, શાસક પક્ષને આંખે પાટા બંધાઈ ગયા હોય એમ કશું દેખાતું જ નથી.
વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેર હાજર જ નથી રહેતા
મંગલમ્ પાસે પાણીની લાઈનની મરંમત કામદારો અને ઠેકેદારના હવાલે મૂકી દેવાઈ હતી. ઈજનેર સ્થળ ઉપર હાજર રહીને ઈજનેરી કાૈશલ્ય બતાવ્યું જ ન હતું, જેથી મરંમત બાદ ફરી લાઈન તૂટી ગઈ અને ફરી ખોદકામ કરવું પડ્યું છે. અામ કામના સમયે હાલાકી ભોગવતી પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. પરંતુ, નવાઈની વાત એ છે કે, પદાધિકારીઅોને હજુ પણ કંઈ દેખાતું કે સંભળાતું નથી. ફળશ્રુતિ વિના દર વર્ષે પાણી વિતરણ શાખા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતી જ જાય છે!
ચેમ્બરના ઢાંકણાની ફ્રેમ ઊંચી લેવાતી જ નથી
રોડનું રિસર્ફેસિંગ થઈ ગયા બાદ ગટર શાખાએ ગટરની ચેમ્બરના ઢાંકણાની ફ્રેમ ઊંચી લેવી જોઈએ. પરંતુ, એ કામગીરી લેવાની તસદી લેવાતી નથી, જેથી રોડની વચ્ચે ખાડા થઈ જાય છે, જેમાં વાહન ચાલકો પડી જાય છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.