તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોક:મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ 'મુફ્તીએ કચ્છ'ના ઇન્તેકાલથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુફ્તીએ કચ્છની ડીગ્રી ધરાવતા હજરત હાજી અહેમદસા બાવા બુખારીની માંડવી ખાતે દફનવિધિ થઇ
  • સામાજિક સદભવના અને સમાજ ઉત્થાન માટે સદા કાર્યશીલ રહ્યાં હતા

કચ્છના હિન્દૂ મુસ્લિમ સમાજમાં અદકેરું સ્થાન ધરાવતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને કોમી એકતાના હિમાયતી એવા દિન દુખીયોના બેલી મુફ્તીએ કચ્છ હજરત હાજી અહેમદસા બાવા બુખારીનું રાત્રે 1 વાગ્યે ટૂંકી બીમારી બાદ 97 વર્ષની વયે પવિત્ર રમઝાન માસમાં નિધન થયું હતું. તેમના ઇન્તેતકાલથી સમગ્ર કચ્છના હિન્દૂ મુસ્લિમ બિરાદરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૂળ અબડાસા તાલુકાના વિંઝાણ ગામના વતની સન 1963માં માંડવી ખાતે આવ્યા હતા. અને ત્યારથી માંડવી ખાતે સહપરિવાર વસવાટ કર્યો હતો. તેમના પરિવારમાં 5 પુત્રો છે. જે વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા છે. તેમાંના એક પુત્રનું 11 દિવસ પૂર્વે અવસાન થયું હતું. મરહુમ હજરત હાજી અહેમદસા હાજી બાવા બુખારી કચ્છના દરેક સેવકાર્યોમાં સદા સહયોગી બનતા રહ્યા છે. તેમના દ્વારા અનાથ બાળકોના શિક્ષણ માટે અનેકવિધ કર્યો કરવામાં આવ્યા છે. અનાથ આશ્રમ સાથે બાળકોના શિક્ષણ માટે શાળા નિર્માણના કામ કરવામાં આવ્યા છે. તેમજ કચ્છની કોમી એકતા માટે તેમનો સિંહ ફાળો રહ્યો છે. અને જ્યારે જ્યારે આ માટે તેમની જરૂર પડી છે ત્યારે તેઓ તંત્રને પણ સહયોગી બન્યા છે.

તેમના એક બોલ પર લોકો સંયમ જાળવી તેમની હૃદયથી ઈજ્જત કરતા હતા. ઇસ્લામ ધર્મમાં 8 વર્ષના અભ્યાસ સાથે તેમણે મુફ્તીએ કચ્છની ડીગ્રી હાસિલ કરી હતી. તેમના ઇન્તેકાલથી ન માત્ર કચ્છમાં પણ દેશ વિદેશમાં તેમના મુરીદોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. તેમના સદકાર્યો બદલ કચ્છની પ્રજા સદા તેમને આદર્પૂર્વક યાદ રાખશે.

મુફ્તીએ કચ્છ સાહેબની આજે શનિવારે માંડવી ખાતે સવારે 8 વાગ્યે મુસ્લિમ ધાર્મિક વિધિ સાથે પરિવાર અને સમાજના ચુનિંદા લોકો સાથે દફન વિધિ તેમના માતુશ્રીની કબર પાસે કરવામાં આવી હતી. જો કોરોનાકાળ ન ચાલી રહ્યો હોત તો તેમની દફન વિધિમાં હાજોરો, લાખો લોકો જોડાયા હોત. એવું ભચાઉ મુસ્લિમ સમાજના આગેવાન મહેબૂબ મલેકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...