તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાશ મળી:અંજારના ખડીયા તળાવમાંથી એક યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થયેલા યુવકની લાશ તળાવમાં તરતી મળી

પૂર્વ કચ્છના અંજાર શહેર ખાતે આવેલા ખડીયા તળાવના પાણીમાં આજે બપોરના સુમારે એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આથી ઉપસ્થિત લોકોએ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોની મદદથી મૃતકના શબને કિનારે લાવ્યું હતું. પોલીસે તપાસ કરતા હતભાગી યુવાન અંજારનો જ હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક અંજારના શેખ ટીંબો , પાણીના ટાંકા પાસે રહેતો હતો. 26 વર્ષીય ઈમ્તિયાઝ બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થયો હતો. જેનો મૃતદેહ આજે તળાવમાંથી મળી આવ્યો હતો. પીલોસે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું કારણ જાણવા હાલ તપાસ શરૂ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...