તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ભુજ ઓપન એર થિયેટરના સ્થાનફેર કરવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજની કલા સંસ્થાઓના પ્રતિનિધિઓએ પાલિકાને આવેદનપત્ર અપાયું

ભુજના કલાકારો તથા કલા સંસ્થાઓના પ્રતિનિધિઓએ પાલિકા અધ્યક્ષ તેમજ ચીફ ઓફિસરને સંબોધીને હતો. જેમાં જણાવ્યું હતું કે ઓપન એર થિયેટરને કલાકારોને કળા પ્રદર્શિત કરવા અનુરૂપ અધ્યતન બનાવી આપવા અનુરોધ કરવા સાથે ઓપન એર થિયેટરને તોડીને એ સ્થળે પાલિકાની કચેરી બનાવવાના નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી.

ઇ.સ.1962માં શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઓપન એર થિયેટર માટે સદર જમીન ફાળવવામાં આવી હતી પરંતુ તે જગ્યા પર પાલિકા કચેરી બનાવવાનો નિર્ણય યોગ્ય જણાતો નથી તેમજ સાત મહિના પહેલાં પણ આ બાબતે પાલિકાને આવેદનપત્ર અપાયો હતો તેમ છતાં આજે પણ ઓપન થિયેટર ગોડાઉન એ જ સ્થિતિમાં છે. તેને વહેલી તકે અધ્યતન બનાવી આપવામાં આવે.

આવેદનપત્ર આપતી વખતે સપ્તરંગ સંસ્થાના ઝવેરીલાલ સોનેજી, જગદીશ ભટ્ટ, સાનિધ્ય સંસ્થાના પંકજ ઝાલા, નયન રાણા, સંસ્કાર ભારતીના આશુતોષ મહેતા, આર્ટિસ્ટ એસો.ના શૈલેષ જાની, કચ્છ ફિલ્મ સોસાયટીના અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...