તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મોતની સંખ્યા ઘટીને 3 થઈ, 185 સંક્રમિત, 110 દર્દી સાજા થયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરોનાં 95માંથી હાઇએસ્ટ ભુજમાં 48 કેસ
  • ગ્રામિણ વિસ્તારોમાં વધુ 90 કેસ : સતત વધતા સક્રિય દર્દીઓ, સંખ્યા વધીને 3632 સુધી પહોંચી ગઇ

કચ્છમાં ગુરુવારે જિલ્લા વહીવટી તંત્રઅે જાહેર કર્યા મુજબ કોરોનાથી મોતની સંખ્યા ઘટીને 3 થઈ છે. જે સાથે અત્યાર સુધી મૃત્યુ પામેલા કુલ દર્દીઅોની સંખ્યા 248 ઉપર પહોંચી ગઈ છે. જોકે, વધુ 185 સંક્રમિત થયા છે. જેની સામે 110 દર્દી સાજા થયા છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ વધીને 3632 દર્દી થઈ ગયા છે. શહેરોનાં 95માંથી ભુજમાં 48, માંડવીમાં 12, ભચાઉમાં 10, ગાંધીધામમાં 9, મુન્દ્રામાં 8, અંજારમાં 5, રાપરમાં 3 કેસનો સમાવેશ થાય છે.

ગામડાના 90માંથી તાલુકા મુજબ ભુજના 21, રાપરના 17, અબડાસાના 13, નખત્રાણાના 12, ભચાઉના 7, મુન્દ્રાના 6, માંડવીના 5, લખપતના 4, અંજારના 3, ગાંધીધામના 2 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અામ, અત્યાર સુધી નોંધાયેલા કુલ 10581 પોઝિટિવમાંથી હજુ સુધી 6839 દર્દી સાજા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...