તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબોલ જીવનો અનોખો પ્રેમ:માલિકની વિદાયના આઘાતમાં અન્ન-જળ છોડનારી ઘોડીનું પણ મોત

સામખિયાળી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાઢિયામાં વફાદાર માદા અશ્વએ 40 દિવસ સુધી પાણી પણ ન પીધું અને અનંતની વાટ પકડી

પશુઓ પણ તેમના માલિક સાથે લાગણીથી જોડાઇ જાય તો મોત સુધીની મંજીલ પસંદ કરતા હોવાનો કિસ્સો ભચાઉ તાલુકાના વાઢિયા ગામમાં બહાર આવ્યો છે. પોતાની માનીતી એવી ઘોડીના માલિકનું હૃદય રોગથી મોત થયા બાદ ઘોડીએ પણ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો અને 40 દિવસે મોતને ભેટી હતી.

વાઢિયામા રહેતા રસુલ ભચુભાઈ હાલાનું હૃદય રોગના હુમલાથી મોત થયું તે પૂર્વે પોતાની માનીતી રાણી નામની ઘોડીનો સંતાનની જેમ ઉછેર કરતા હતા. તેમના હાથે રાખેલું જોગણ કે ઘાસચારો જ ખાતી હતી અને માલિક બહારથી આવે ત્યારે તેમનું સ્વાગત કરતી હોય તેમ નાચવા કૂદવા લાગતી હતી. તા. 16/12/20ના વહેલી સાવરે રોજિંદા કામ પ્રમાણે ઘોડીને ઘાસ આપીને રસુલભાઇ પાડોશમાં એક મરણ થતાં જનાજામાં જોડાવા જઇ રહ્યા હતા અને મસ્જિદમાં વજુ કરવા ગયા તેવામાં જ તેમને આવેલો હૃદય રોગનો હુમલો પ્રાણ ઘાતક નીવડ્યો હતો. બીજા દિવસથી માલિકને ન જોઇ શકનારી સદ્દગતની લાડકી રાણી ઘોડીએ ખાવા-પીવાનું છોડી દીધું હતું અને 40મા દિવસે મોતને ભેટી હતી.

તબીબો પણ ઘોડીની બિમારી સમજી ન શક્યા !
અયુબભાઈએ જણાવ્યું હતું કે અમારા મોટાભાઈ રસુલભાઈ વફાત થઇ જતા તેમની ઘોડીએ ખાવા પીવાનું છોડી દીધુ હતું. જેથી સ્થાનિકેના પશુચિકિત્સક પાસે દવા લીધી હતી. પણ કોઈ ફરક ન પડતા અમે તે ઘોડી સારવાર માટે ભુજ ખાતે આવેલ પશુ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ઘોડીના તમામ મેડિકેલ રિપોર્ટ કરાવામાં આવ્યા, પણ કઈ બીમારી છે તે રિપોર્ટમાં બહાર અાવ્યું જ નહીં ! તબીબનું કહેવુ હતુ કે ઘણી વખત પાલતુ જાનવરોને પોતાના માલિક સાથે પ્રેમ (હેત )હોવાથી આવા કિસ્સ બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો