તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:34 દિવસમાં 146 લોકોના મોત, હવે આકાશ પણ રોયું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાજા માત્ર 82 થયા, હોસ્પિટલમાં સારવાર હેઠળ 3191 થયા
  • કચ્છમાં કોરોનાથી વધુ 5 મોત, શહેરોમાં 117 કેસો અને ગામડામાં 72 સંક્રમિતોનો થયો ઉમેરો
  • ભુજ 34, ગાંધીધામ 28, અંજાર 25, માંડવી 19, મુન્દ્રા 18, ભચાઉ 17, રાપર 16, અબડાસા 14, નખત્રાણા 12, લખપત 6 કેસ

કચ્છમાં શનિવારે કોરોનાથી વધુ 5ના મોત સરકારી ચોપડેથી દર્શાવાયા છે, જેથી જિલ્લામાં અત્યાર સુધી કુલ મોતનો અાંકડો 227 ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ શહેરોમાં 117 અને ગામડામાં 72 મળી કુલ 189 સંક્રમિતો ઉમેરાયા છે, જેથી જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવનો અાંકડો 9617 થઈ ગયો છે. જોકે, વધુ 82 દર્દી સાજા પણ થયા છે, જેથી અત્યાર સુધી કુલ સાજા થનારાની સંખ્યા 6314 થઈ ગઈ છે.

શહેરોના 117 પોઝિટિવમાંથી અંજારમાં 18, ભચાઉમાં 5, ભુજમાં 33, ગાંધીધામમાં 24, માંડવીમાં 13, મુન્દ્રામાં 16, રાપરમાં 8નો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 72માંથી તાલુકા મુજબ અબડાસાના 14, અંજારના 7, ભચાઉ, નખત્રાણાના 12-12, ભુજના 1, ગાંધીધામના 4, લખપત, માંડવીના 6-6, મુન્દ્રાના 2, રાપરના 8નો સમાવેશ થાય છે. અામ, હવે કોરોનાનો ચેપ લાગ્યા બાદ ગંભીર સ્થિતિના દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પથારી મળશે કે નહીં અે પ્રશ્ન થઈ ગયો છે.

જ્યારે ખાનગી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીને તો પરવડે અેમ પણ નથી. અેટલા ઊંચા ચાર્જ છે. જો પરિવારનો અેક સભ્ય 15 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહે તો જિંદગીભરની કમાણી ચાલી જાય. સૂત્રોનું માનીઅે તો ખાનગી હોસ્પિટલોમાં લૂટ ચાલી રહી છે અેમ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કેટલોક સ્ટાફ, ખાસ કરી રાત્રિના ભાગે ફરજ બજાવતો કેટલોક સ્ટાફ અેવો છે કે, માનવતા મૂકી દર્દીના પરિવારના સભ્યોનો નાક દબાવી રૂપિયા કઢાવવા દર્દીને સુવિધાઅોથી વંચિત કરવાની રમત રમે છે, જેમાં અેવી જગ્યાઅે દાખલ કરે કે, શંકાસ્પદ કેસ અને પોઝિટિવ દર્દીને સવારે મોઢું ધોવાથી, નહાવા ધોવા સહિતની સુવિધા મેળવવામાં તકલીફ પડે.

કચ્છમાં કોરોનાથી મોતનો સિલસિલો જારી છે. ભૂકંપ બાદ કચ્છ ફરી આ દુ:ખદ સમયનો સામનો કરી રહ્યું છે. તંત્ર દ્વારા જારી કરાતા અધુરા મોતના આંકડા પણ ડરાવનારા છે. તે વચ્ચે શનિવારે ભુજમાં ઝરમર વરસાદે હાજરી પુરાવી હતી. મોતના કહેરથી જાણે આકાશ પણ રોયું હોય તેવું લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...