તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ:લોકડાઉનમાં તારીખ ગઇ, હવે RTOએ પેનલ્ટી લેવાનું શરૂ કર્યું

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેક્સમાં 25 ટકા પેનલ્ટી અને વ્યાજ ભરવાનો વારો આવશે
 • ટ્રેડ સર્ટીફિકેટનું ટેક્સ આવે 800 એમાં 80 ટકા લેવાની વાત કરી

લોકડાઉનમાં ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બંધ હોવાથી તમામ કામગીરી ઠપ થઇ ગઇ છે. માર્ચ મહિનામાં વાહનોના તેમજ ટ્રેડ સર્ટીફિકેટના ટેક્સ ભરવાના આવે પણ કચેરી બંધ હોતા ભરાઇ શકયા ન હતા જેથી હવે 25 ટકા પેનલ્ટી ભરવાનો વારો આવશે. ટેક્સની પેનલ્ટી 25 ટકાને બદલે લમસમ લેવાની વાત કરાતા ડિલર-કંપનીના માણસો અસમંજસમાં મુકાયા હતા. છેલ્લા થોડાક દિવસોથી કચેરીમાં સ્ટાફ આવતા થોડી થોડી કામગીરી ચાલુ કરાઇ હતી, લોકો એકત્ર ન થાય તેવી કામગીરી બંધ રખાઇ છે પણ અમુક કંપનીના માણસો કે ડિલરના કર્મચારીઓ આવીને કામ કરાવી શકયા હતા. માર્ચ મહિનામાં ભરવાનો થતો ટેક્સનો સમયગાળો નિકળી ગયો હોવાથી 25 ટકા પેનલ્ટી ભરવાનો વારો આવશે. તો એવી જ રીતે ટ્રેડ સર્ટીફિકેટનો ટેક્સ પણ માર્ચ મહિનામાં ભરવાનો હોય છે, ટીસી ટેક્સ હોય છે 800થી 900 રૂપિયા એમાંય 25 ટકા ટેક્સ ગણીને લેવાય તો 200થી 250 રૂપિયા થાય પણ આરટીઓ તંત્રે 500 રૂપિયા લમસમ ટેક્સની પેનલ્ટી લેવાનું વિચાર્યું હતું. 500 રૂપિયા પેનલ્ટી લેવાય તો રેશીયો 25 ટકાના બદલે 80 ટકા થાય છે. લોકડાઉનના બીજા તબક્કામાં સેન્ટ્રલ ગર્વમેન્ટે પાસીંગ, લાઇસન્સ રીન્યુ, પીયુસી, વીમો, પરમીટ સહિતના કાગળો જુન સુધી ચાલશે તેવી જાહેરાત કરી હતી ત્યારે ટેક્સ પર પેનલ્ટી ભરવી પડશે કે કેમ તેના વિશે કોઇએ ફોડ પાડયું ન હતું. હવે કચેરીમાં કામગીરી ચાલુ થઇ છે ત્યારે 25 ટકા પેનલ્ટી વાહન માલિકોને ભરવાનો વારો આવ્યો છે. એક તરફ લોકડાઉનમાં ગાડીઓ ઉભી છે, બેંકના હપ્તા તેમજ ડ્રાઇવર-કલીનરના પગાર ચુકવવા પડયા હશે ઉપરથી દાઝયા પર ડામ સમાન ટેક્સમાં પેનલ્ટી અને વ્યાજ લેવાનો વારો આવશે તો ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હાલત વધુ કફોડી બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો