તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • The Corporation's Budget Of Rs 1.24 Billion Will Be Presented Today, The First Special General Meeting Of The New Body Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:પાલિકાનું આજે રજુ થશે 1.24 અબજનું અંદાજપત્ર, આજે નવી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંદરેક દિવસમાં હોળાષ્ટક બાદ અન્ય સમિતિઅો અને ચેરમેનની થશે વરણી
 • ભાજપના 36 અને કોંગ્રેસના 8 નગરસેવકોને કારણે વિપક્ષનો અવાજ દબાઈ જશે
 • સેનાપતિ વિના વિપક્ષી નગરસેવકો વિરોધના મૂડમાં નથી

ભુજ નગરપાલિકામાં અાજે ખાસ સામાન્ય સભા મળવાની છે, જેમાં 1 અબજ 24 કરોડ 33 લાખ 34 હજાર 705 રૂપિયાનું અંદાજપત્ર રજુ કરવામાં અાવશે. જોકે, ભાજપના 36 અને કોંગ્રેસના માત્ર 8 નગરસેવકો છે, જેથી સ્વાભાવિક રીતે વિપક્ષનો અવાજ દબાઈ જશે. પરંતુ, કોંગ્રેસે હજુ સુધી વિપક્ષીનેતાની વરણી કરી નથી, જેથી સેનાપતિ વિનાના વિપક્ષી નગરસેવકો પણ કોઈ મુદ્દે વિરોધના મૂડમાં દેખાતા નથી.

ભુજ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ઘનશ્યામ રસીક ઠક્કરની વરણી થયા બાદ પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય અધિકારી નીતિન બોડાતના સચિવ સ્થાને પ્રથમ ખાસ સામાન્ય સભા મળી રહી છે. અામ તો હોળાષ્ક છે, જેથી પદાધિકારીઅો સામાન્ય રીતે સામાન્ય સભા બોલાવવાનું ટાળતા હોય છે. પરંતુ, માર્ચ અેન્ડિંગ હોઈ અને ત્યારબાદ અેપ્રિલમાં નવું હિસાબી વર્ષ શરૂ થતું હોઈ નિયમ મુજબ સામાન્ય સભા બોલાવવી અનિવાર્ય છે, જેથી અંદાજપત્ર રજુ કરીને સામાન્ય સભાની કાર્યવાહી અાટોપી લેવાય અેવી શક્યતા છે.

બીજી બાજુ કોંગ્રેસના 3 પુરુષ અને 5 સ્ત્રી મળીને કુલ માત્ર 8 નગરસેવકો ચૂૂંટાયા છે અને કોંગ્રેસે હજુ વિપક્ષીનેતાની વરણી કરી નથી, જેથી વિપક્ષ પણ અંદાજ પત્ર ઉપર ટિકા ટિપ્પણી કરવાના અંદાજમાં અાવી નથી. જોકે, અંદાજપત્રમાં અાવક ખર્ચની જોગવાઈઅો ઉપર વાચન કરવાનો ભાજપે વિપક્ષ કોંગ્રેસને પૂરતી તક પણ અાપી નથી.

ભુજ તાલુકા પંચાયતમાં પણ વિના વિરોધે પસાર થઈ જશે અંદાજપત્ર
ભુજ તાલુકા પંચાયતમાં પણ અાજે પ્રમુખ મંજુલાબેન હરીશ ભંડેરીના અધ્યક્ષ સ્થાન પ્રથમ ખાસ સામાન્ય સભા મળવાની છે, જેમાં પણ અંદાજપત્ર રજુ કરવામાં અાવશે. ભુજ તાલુકા પંચાયતમાં પણ ભાજપના 24 અને કોંગ્રેસના માત્ર 8 સદસ્યો છે, જેથી વિપક્ષનો અવાજ દબાઈ જશે અને વિના વિરોધ અંદાજ પત્ર રજુ થઈ જશે. અેવું સૂત્રોઅે જણાવ્યું છે.

બંધ સિલક 64.75 લાખ અંદાજાઈ
નગરપાલિકાના અેકાઉન્ટ બ્રાન્ચ હેડ વૈશાલીબા જાડેજા દ્વારા તૈયાર કરાયેલા અંદાજપત્રમાં સામાન્ય અાવક, સામાન્ય ગ્રાન્ટની અાવક, યોજનાકીય સામાન્ય અાવક, શિક્ષણ ઉપકરની કુલ 1 અબજ 24 કરોડ 33 લાખ 34 હજાર 705 રૂપિયા અાવક અંદાજાઈ છે. જ્યારે સામાન્ય, કેપીટલ, યોજનાકીય, શિક્ષણ ઉપકરનો કુલ 1 અબજ 23 કરોડ 68 લાખ 58 હજાર 780 રૂપિયાનો ખર્ચ બતાવીને 64 લાખ 75 હજાર 925 રૂપિયા બંધ સિલક બતાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો