આક્ષેપો:પાલિકા શહેરના ફૂટપાથની ગુણવત્તા મુદ્દે આજે ઠેકેદારનો ખુલાસો માંગશે

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપના કાર્યકરે બીજા વીડિયોમાં કામ સુધર્યાનો દાવો કર્યો
  • ઉમેદનગરથી ક્રિષ્નાજી પુલ સુધી ચાલતા કામમાં ગેરરીતિના આક્ષેપો

આમ આદમી પાર્ટીના કાર્યકરે ભુજ શહેરમાં ઉમેદનગરથી ક્રિષ્નાજી પુલ સુધી ફૂટપાથના કામમાં નબળી ગુણવત્તાનો મુદ્દો છેડતો વીડિયો વાયરલ કર્યો હતો. જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ જે બાદ ભુજ નગરપાલિકાઅે સોમવારે ઠેકેદારનો ખુલાસો માંગવાનું નક્કી કર્યું છે. જોકે, અે પહેલા આપના કાર્યકરે બીજા વીડિયોમાં આગલા વીડિયોનો પડઘો પડ્યો છે અને કામ સુધારો આવ્યાનો દાવો કર્યો છે.

અમૃતની 1.80 કરોડની ગ્રાન્ટમાંથી ભુજ નગરપાલિકાઅે ફૂટપાથમાં વોક વે અને બેઠક વ્યવસ્થા સહિતનું કામ શરૂ કર્યું હતું. પરંતુ, આમ આદમી પાર્ટીના ડો. નેહલ વૈદ્યઅે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને સાથે રાખીને બ્લોકમાં રેતી, કાંકરી અને સિમેન્ટનું પ્રમાણ ન જળવાયાની આશંકા વ્યક્ત કરી હતી. તેમની સાથેની વ્યક્તિઅે તાજા અને ભીના બ્લોકને નબળી ડાળખીથી ખોતરીને સાબિત કરવાની કોશિશ કરી હતી કે, બ્લોક નબળી ગુણવત્તાના છે અને ફૂટપાથનું કામ પણ કન્સ્ટ્રકશનના ધારાધોરણ મુજબ થયું નથી.

જે બાદ ફરી બીજા દિવસ અેજ સ્થળે આમ આદમ પાર્ટીના કાર્યકર આવ્યા હતા અને સુકાઈ ગયેલા બ્લોક બતાવતા કહ્યું હતું કે, બ્લોક બદલી દેવાયા છે. બે બ્લોક વચ્ચે સિમેન્ટના વાટા પણ લાગી ગયા છે. ટૂંકમાં કામમાં સુધારો આવ્યો છે.

પરંતુ, બીજી બાજુ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પદાધિકારીઅો અને ઠેકેદાર વચ્ચે થયેલી વાતમાં આમ આદમી પાર્ટીઅે પૂરતી જાણકારી વિના શાસક પક્ષને બદનામ કરવાના ઈરાદાથી ગેરમાર્ગે દોરતો વીડિયો વાયરલ કર્યાનું ચર્ચાયું હતું. જોકે, સોમવારે ઠેકેદારનો ખુલાસો પૂછવા પણ નક્કી કરાયું હતું. સૂત્રોઅે જણાવ્યું હતું કે, અા અગાઉ આમ આદમી પાર્ટીના હારેલા ઉમેદવારો પ્રમુખને જીતની શુભેચ્છા આપવા આવ્યા ત્યારે તેમને બજેટ અને સ્વભંડોળ વચ્ચેના તફાવતની પણ ખબર ન હોય અેવી રીતે વાતો કરી હતી. આમ, આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૂરતું જ્ઞાન જ નથી.

અન્ય સમાચારો પણ છે...