​​​​​​​વિદ્યાર્થી સંમેલન:કોરોનાની તબાહીએ આપણે પરિવાર-સમાજ સાથે રહેતા શિખવાડ્યું : બબીતા ફોગાટ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ, ધારાસભ્ય, નગરપ્રમુખ અને પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા
  • ભુજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 53મું અધિવેશન યોજાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદનું 53મું અધિવેશન ભુજની અાર.ડી.વરસાણી કોલેજ ખાતે યોજાયું હતું. ગોલ્ડ મેડાલીસ્ટ અને દંગલ ફિલ્મના બબીતા ફોગાટે કહ્યું હતું કે કોરોનાની તબાહીઅે પરીવાર અને સમાજ સાથે રહેતા શીખવાડયું છે. કચ્છ-મોરબી સાંસદ, ગાંધીધામ અને અબડાસા ધારાસભ્ય, નગર પ્રમુખ, સરકારી વકીલ તેમજ પરીષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અે.બી.વી.પી.નું 53મા અધિવેશનનું કચ્છમાં પ્રથમ વખત અાયોજન કરાયું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. છગનભાઇ પટેલે પરીષદના કાર્યકરોને પ્રોત્સાહિત કરવાની સાથે કોરોનાકાળમાં કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. અા પ્રસંગે ભારતીય કુસ્તીબાજ અને ગોલ્ડ મેડાલીસ્ટ બબીતા ફોગાટે જણાવ્યું હતું કે, દેશના યુવકોને સ્વામિ વિવેકાનંદજીના પથ પર ચાલવાનું છે અને તેમની વાતોને જીવનમાં ઉતારવાની છે, માત્ર તેમની જીવનગાથા નથી વાંચવાની તેને જીવનમાં ઉતારવાની પણ છે.

પોતાનો અનુભવ જણાવતા ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીની ગાથા વાંચી જેમાં લાગ્યુ કે જીવનમાં ઘણુ બધુ અધુરું છે, તેણે નથી વાંચ્યું અેટલે જીવનમાં કાંઇ કર્યું જ નથી. ખેલાડી હોવાને નાતે અે વાત પણ કરી હતી કે, ભણતર પણ ધ્યાન અાપો સાથે સાથે સ્પોર્ટસ અેક્ટિવીટીમાં પણ ધ્યાન અાપજો. જે દેશનો યુવક સ્વસ્થ નથી તે દેશનો ભવિષ્ય અંધકારમય છે. નાઇજીરીયા, જીમ્બાબે સહિતના દેશોમાં મુલાકાત વેળાઅે અનુભવ્યુ હતું કે, ત્યાં બિમારીઅોમાં જ સમય વેડફાય છે.

કોરોનાકાળ ટાણે સ્વસ્થ રહેવુ કેટલુ જરૂરી છે તે જોઇ લીધું. કોરોનાઅે દેશમાં તબાહી તો મચાવી પણ અેક શીખ પણ અાપી કે, સ્વસ્થ રહેવું તેમજ ઘરમાં સમય મળે ત્યારે યોગ-પ્રાણાયમ કરજો. યુવા વર્ગ સ્વસ્થ નહીં રહે તો દેશ અાગળ નહી વધે તેમ ઉમેર્યું હતું. અા પ્રસંગે પ્રોફેસર કુબેભાઇ ડિંડોર, પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય ચાૈહાણ, યુતિબેન ગજરે, કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પી. અેમ. જાડેજા, સરકારી વકીલ કલ્પેશભાઇ ગોસ્વામી, હેમસિંગભાઇ ચાૈધરી, મનોજભાઇ સોલંકી, માવજીભાઇ ઢીલા, નીલમબેન મકવાણા તેમજ પરીષદના સાૈમ્ય ઠક્કર, અક્ષય ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...