પ્રેમ પ્રકરણ વિવાદ:ભાજપના ચર્ચાસ્પદ પૂર્વ મહામંત્રી ગૃહમંત્રીની મુલાકાત ટાણે દેખાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમય પૂર્વે થયેલા પ્રેમ પ્રકરણ બાદ રાજીનામું ધર્યું હતું

કચ્છની સરહદ પર બી.અેસ.અેફ.ના જવાનોને મીઠાઇ અાપી દિવાળીની શુભકામના પાઠવવા અાવેલા રાજયના ગૃહમંત્રીની સાથે ભાજપના પૂર્વ મહામંત્રી પણ દેખાયા હતા. થોડા સમય પહેલા માજી ધારાસભ્યની સબંધીત મહિલા સાથે પ્રેમપ્રકરણમાં ચર્ચામાં અાવેલા અા યુવાનેતાઅે રાજીનામુ અાપી દીધુ હતું, તો જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી અાપી ન હતી.

ભાજપના મહામંત્રી અને માજી ધારાસભ્યની સબંધીત મહિલા સાથે પ્રેમપ્રકરણે ભારે ચર્ચા જગાવી હતી, અેક મકાનમાં બંને સાથે મળી અાવતા પીઢ નેતાના પુત્ર-ભત્રીજાઅે ધોલાઇ પણ કરી હતી. પ્રેમપ્રકરણમાં ધોલાઇ થયા બાદ અા યુવા નેતાને પાડવા માટે પ્રદેશ કક્ષાઅે માજી ધારાસભ્યઅે રજૂઅાતો કરી હતી. અંતે મહામંત્રી પદેથી ખુદ યુવા નેતાઅે રાજીનામુ ધરી દેતા મામલો થાળે પડયો હતો. રાજીનામુ અાપ્યા બાદ ભાજપના જાહેર કાર્યક્રમોમાં કયાંય અા યુવા નેતાની હાજરી ન હતી. જો કે, બુધવારે સફેદ રણ અને બીઅેસઅેફના જવાનોની મુલાકાત વેળાઅે અાવેલા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે અા યુવા નેતા દેખાતા ચર્ચાનો વિષય બન્યા હતા. વિવાદીત મહામંત્રી પ્રદેશ કક્ષાના અેક નેતાના નજદીક છે ત્યારે કાળા ડુંગર પર દત્તાત્રેય મંદિરની મુલાકાત વેળાઅે અા બંને ગૃહમંત્રીની સાથે જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...