રાજયના માર્ગ અને મકાન વિભાગે 2007માં માંડવીથી ગઢશીશાના રોડનું મજબુતીકરણ કરવા માટે ટેન્ડર બહાર પાડયું હતું જે ટેન્ડર રાબડીયા કન્સ્ટ્રકશન પેઢીને મળ્યું હતું. રોડના કામનું ચુકવણું થઇ ગયા બાદ રોડની જાડાઇ 37.50 રાખવાને બદલે 17.80 હોવાનું ધ્યાને અાવતા 9.88 લાખ રૂપિયા રકમ પરત અાપવા નોટિસ અપાઇ હતી પણ કોન્ટ્રાકટરે દાદ અાપી ન હતી બાદમાં 2013માં નખત્રાણા-દેશલપર-હાજીપીર માર્ગના કોન્ટ્રાકટના ચૂકવણમાં અા રકમ વિભાગે કાપી લીધી હતી. જે રકમ પરત અપાવવા માટે કોર્ટમાં અરજી કરતા કોન્ટ્રાકટરને લપડાક અાપી અરજી ફગાવી દેવાઇ હતી.
માંડવીથી ગઢશીશાના રોડનું કોન્ટ્રાકટ રાબડીયા કન્સ્ટ્રકશન પેઢીને અપાયું હતું, કરાર મૂજબ 37.55 જાડાઇ રાખવાની હતી, કોન્ટ્રાકટ પેટે ચૂકવણું થઇ ગયા બાદ વિજિલન્સ કમિશનના અોફીસર તપાસ કરતા રોડની જાડાઇ 17.80 અેમ.અેમ. અોછી જણાઇ હતી જેથી કોન્ટ્રાકટરને 9.88 લાખ રૂપિયા પરત અાપવાનું નક્કી થયું હતું, જે અંતર્ગત રિકવરી માટે નોટીસ અપાઇ પણ દાદ અાપી ન હતી. અા જ પેઢીને 2013માં નખત્રાણા-દેશલપર-હાજીપીર માર્ગનો કોન્ટ્રાકટ અપાયો હતો જેના ચૂકવણામાં વિભાગે 9.88 લાખ કાપી લીધા હતા.
કોન્ટ્રાકટના રૂપિયા કાપી લેવાતા તેણે ભુજના ત્રીજા અધિક સિવિલ જજની કોર્ટમાં પૈસા વ્યાજ સમેત પરત અપાવવા અરજી કરી હતી જે ફગાવી દેવાતા સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી જે પણ અધિક સેશન્સ જજ રસીકકુમાર વી. મંદાણીઅે અપીલ ફગાવી કહ્યું હતું કે, કોન્ટ્રાકટરે હલકી ગુણવતાનું કામ કર્યું છે જે ફક્ત સરકારી નાણાની નહીં પણ જનતા સાથે પણ છેતરપિંડી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.