તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન ચાલકોને મુશ્કેલી:ભુજથી ધર્મશાળા વાયા ખાવડા માર્ગના નિર્માણનું કામ બે વર્ષથી પૂર્ણ નથી થયું

ખાવડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરહદને જોડતા માર્ગ પર મેટલ પાથરી દેવાતાં વાહન ચાલકોને મુશ્કેલી

ભુજથી સરહદે ધર્મશાળાને જોડતા વાયા ખાવડા રોડનું કામ ચાલુ છેલ્લા બે વર્ષથી ચાલુ છે. સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના આ રસ્તા ઉપર મેટલ પાથરી સંબંધિત ઠેકેદાર આરામ ફરમાવતા હોય તેવું જણાય છે. રસ્તા પર મેટલ હોવાથી અકસ્માત તથા પંચર પડવાનો ભય વાહન ચાલકોને સતત સતાવે છે. આ ઉપરાંત માટીના ડાયવર્ઝન બનાવાયા હોવાથી ખાસ કરીને વેકરીયાના રણમાં સામાન્ય વરસાદ થાય તો પણ રસ્તો બંધ થઇ જાય તેવું છે. આ માર્ગ સરહદને જોડતો હોવાથી સીમા સુરક્ષા બળના જવાનોની અવર જવર ચાલુ હોય છે.

કુંભ કર્ણ ની નિંદ્રા માં પોઢેલું તંત્ર હજી કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. પેચિંગ કામ તથા લેવલિંગ થઇ ગયું હોવા છતાં એજન્સી દ્વારા વીમો પકવવા વરસાદની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આખો રોડ ન બને તો કઇ નહિ પણ એક બાજુની પટ્ટી પર ડામર કરવામાં આવે તો પણ લોકોને રાહત રૂપ બની શકે. જો કોઈ મોટા નેતા આવવાના હોય તો એક દિવસમાં કેટલાય કિલોમીટરનો રોડ બની જાય તો સામાન્ય માણસ માટે કેમ નહિ તેવો સવાલ આ પંથકના લોકો કરી રહ્યા છે.

ક્ષતિ જણાય કે, તરત એજન્સી પાસે મજબૂત કરાવીએ છીએ’
ભુજથી ધર્મશાળા વાયા ખાવડા રોડ પર સતત કામ ચાલુ છે. કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતા કામ પર કોઈ ત્રુટિ ન રહે તે જોવા માટે કન્સલટન્સીના દસથી વધુ જાણકારો કામગીરી પર નજર રાખે છે. જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે. તેમ છતાં જો કોઈ ક્ષતિ જણાય તો સત્વરે ઠેકેદારને કહીને મજબૂત કરાવીએ છીએ. > સુરેશ મુરજાની, કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઇવે

અન્ય સમાચારો પણ છે...