વિરોધ:કોંગ્રેસે શહેરના માર્ગોમાં વહેતા ગટરના પાણીમાં ભાજપના નિશાન કમળને પોંખ્યું

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખિત ફરિયાદમાં શાસક પક્ષ ભાજપની નિષ્ફળતાનો ઉલ્લેખ નહીં
  • મુખ્ય અધિકારીને માનવ સર્જિત સમસ્યા કહીને નિવેડો લાવવા કહ્યું

ભુજ શહેરમાં લાલ ટેકરી પાસે માર્ગોમાં વહેતા ગટરના ગંદા પાણીમાં કોંગ્રેસે ભાજપના નિશાન કમળને પોંખીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ભુજ નગરપાલિકાન મુખ્ય અધિકારી પાસે રજુઅાતમાં જણાવ્યું હતું કે, માનવ સર્જિત ગટરની સમસ્યાનો નિવેડો લાવવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.મુખ્ય અધિકારીને અાપેલી લેખિત ફરિયાદમાં જણાવાયું હતું કે, ભુજ નગરપાલિકાઅે સમસ્યા ઉકેલવા સુપર સકર મશીન ભાડે રાખી પ્રજાના વેરામાંથી કરોડો રૂપિયા ખર્ચ્યા છે. જે વ્યર્થ ગયા છે.

જો ઉકેલ ન અાવતો હોય તો ડ્રેનેજ શાખાના ઈજનેર જવાબદાર ગણાય, જેથી જવાબદારો સામે તાત્કાલિક પગલા ભરવા જોઈઅે. તાત્કાલિક નિવેડો ન અાવે તો જવાબદાર વિપક્ષના નાતે અાંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ છે.રજુઅાતમાં રાજેન્દ્રસિંહ જાડેજા, કાસમ સમા, અાઈસુબેન સમા, મરીયમબેન સમા, રસીકબા જાડેજા, ફકીરમામદ કુંભાર, ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા, ધીરજ રૂપાણી સહિતના જોડાયા હતા.

પાણી પુરવઠા શાખાએ ખાડો ખોદી 6 માસથી પૂર્યો જ નહીં !
વિપક્ષ કોંગ્રેસે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વોટર સપ્લાય બ્રાન્ચે ખોદેલો ખાડો છેલ્લા 6 માસથી પૂર્યો નથી અેવું જણાવી ઉમેર્યું હતું કે, અમૂલ્ય માનવ જિંદગી હોમાય અેની રાહ જોવાતી હોય અેવું જણાઈ રહ્યું છે. જો અેવું થશે તો કોર્ટ મારફતે કાર્યવાહી કરવાની પણ ચિમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...