તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કચ્છના ખેડૂતોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ લડત છેડશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં વરસાદ ખેંચાતા કફોડી હાલતમા મુકાયેલા ખેડૂતોને વળતર ચૂકવવા સહિતના મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં આ દિશામાં કોઇ પગલું ભરાયું નથી તેવો આક્ષેપ કરતાં કિસાન કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારાઇ છે. કચ્છના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ ક્રૃષિમંત્રીને રજુઆત કરવા છતાં સર્વેની કામગીરી હાથ ધરાઇ નથી.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઇડ લાઇન મુજબ જો 28 દિવસ સુધી વરસાદ ન પડે તો 33 ટકા નુકસાન પર 20 હજાર અને 60 ટકાથી વધુ નુકસાન પર 25 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ ૪ હેક્ટર સુધીની સહાય ચુકવવા કિસાન કોંગ્રેસ દ્વારા માંગણી કરાઇ છે. આ માટે જરૂરી એવું મોજણી કામ પણ શરૂ કરાયું નથી. છેલ્લા ચાર વર્ષથી પાક વિમો પણ ચુકવાયો નથી.

જમીન માપણી, વીજપોલ વળતર અને નર્મદા કેનાલના અધુરા કામો સહિતના મુદે આગામી સમયમાં ખેતીવાડી અધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવશે અને વળતર માટે સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવશે. ગામે ગામ ઢોલ વગાડી ખેડૂતોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરાશે તેમ પક્ષની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...