રાજકારણ:કોંગ્રેસ પક્ષ ન્યાયયાત્રા, જનજાગરણ અને સભ્ય નોંધણી કાર્યક્રમ થકી પ્રજા વચ્ચે જશે

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધાપરમાં પ્રદેશ પ્રભારી નાૈશાદ સોલંકી અને રહીમ સોરાની હાજરીમાં વિસ્તૃત કારોબારી મળી
  • દેશની અેકતા અને બંધારણ બચાવવાની ફરજ છે : પક્ષના સંગઠનને મજબૂત બનાવવા હાકલ

માધાપરમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વિસ્તૃત કારોબારી મળીહતી, જેમાં પ્રદેશ પ્રભારી નાૈશાદ સોલંકી અને રહીમ સોરાઅે ન્યાયયાત્રા, જનજાગરણ અને સભ્ય નોંધણી કાર્યક્રમ દ્વારા પ્રજાની વચ્ચે જવા અનુરોધ કર્યો હતો.

દશાડાના ધારાસભ્યઅને જિલ્લા પ્રભારી નાૈશાદ સોલંકીઅે કોરોના કાળમાં ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડ્યાનું જણાવ્યું હતું. કોમ કોમ અને ધર્મના નામને વિભાજનની નીતિ અપનાવી રહી છે, જેથી દેશની અેકતા અને બંધારણ બચાવવાની ફરજ છે. પ્રભારી રહીમ સોરાઅે કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને તાલુકા, જિલ્લા, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઅોઅે અાગળ અાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહે સભ્ય નોંધણી ઝુંબેશમાં દરેક બુથદીઠ 25 સભ્યોની નિમણૂક કરવા હાકલ કરી હતી.

જિલ્લા મહિલા પ્રમુખ પુષ્પા સોલંકી, રમેશ ડાંગર, વી.કે. હુંબલ, કલ્પના જોષી, નવલસિંહ જાડેજા, પીર તકીશા સૈયદ, કિશોરસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, અાકીબ સમા, વગેરેઅે પ્રાસંગિત પ્રવચનો કર્યા હતા. સંચાલન જિલ્લા પ્રવકતા પી.સી. ગઢવી અને વ્યવસ્થા ધીરણ રૂપાણી, રમેશ વોરા અને અાભાર વિધિ દિપક ડાંગરે કરી હતી. અેવું જિલ્લા પ્રવકતા ગની કુંભારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...