તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ નગરપાલિકાની ગત 2015ના વર્ષની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી હતી અને સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. પરંતુ, 5 વર્ષના કાર્યકાળ દરમિયાન બીજી ટર્મના બાકીના અઢી વર્ષ માટે વિવિધ પદની વરણીમાં અાંતરિક ડખો ચરમસીમાઅે પહોંચ્યો હતો, જેમાં બળવાની સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ, વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને ભાજપના જ સદસ્યોથી જ સત્તાથી વિમુખ કરવાની તક ખોઈ નાખી હતી. ઊલ્ટું વિપક્ષમાં પણ ભાગલા પડી ગયા હતા. અામ, ભુજ નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ ઉણી ઉતરી હતી.
વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 29 બેઠકો કબજે કરી લીધી હતી, પ્રથમ અઢી વર્ષ ભાજપના તમામ સદસ્યોઅે અેકસંપ થઈ શાસન કર્યું. પરંતુ, બાકીના અઢી વર્ષ માટે પદાધિકારીઅોની વરણીમાં પક્ષના મેન્ડેટને અવગણીને બળવો થયો હતો, જેમાં કોંગ્રેસ ધારે તો બળવાખોરોને ટેકો અાપી શાસક પક્ષને બાકીના અઢી વર્ષ પહેલા ચૂંટણી તરફ ધકેલી શકે અેમ હતી અને ચૂંટણીમાં ભાજપને શાસન કરવામાં નબળા પક્ષ તરીકે ઉપસાવી શકે અેમ હતી. કેમ કે, ભાજપના બળવાખોરોમાં પદ માટે ભાગલા પડી ગયા હતા, જેમાં શાસક પક્ષના કોઈ અેક બળવાખોર જૂથને કોંગ્રેસના તમામ નગરસેવકોનો ટેકો અપાવી શકે અેવી સ્થિતિમાં હતી.
પરંતુ, શાસક પક્ષના બળવાખોરોના કોઈ અેક જૂથને ટેકો અાપવા મુદ્દે વ્યવહાર થયાની શંકાકુશંકાથી વિપક્ષ કોંગ્રેસમાં જ ભાગલા પડી ગયા હતા, જેથી શાસક પક્ષને પ્રજામાં પછાત પાડવાની તક કોંગ્રેસે વેડફી નાખી હતી. વિપક્ષ તરીકે માત્ર પાણી અને ગટરની સમસ્યા મુદ્દે સુધરાઈને માથે લીધી. પરંતુ, યોગ્ય ઉકેલ સુચવ્યા ન હતા. કોંગ્રેસે સામાન્ય સભામાં દરખાસ્તો, ઠરાવો અને હિસાબો સામે સવાલો કર્યા પણ ભાજપે દર વખતે સભા બરખાસ્ત કરીને વિપક્ષને તર્ક અાપવાની તક જ ન અાપી.
અેક જ સ્થળે બે પુલિયામાં કોંગ્રેસનો નબળો વિરોધ
ભુજ નગરપાલિકાના શાસક પક્ષે હમીરસર તળાવના બ્યુટીફિકેશનના ભાગ રૂપે ક્રિષ્ણાજી પુલની અાવ ઉપરથી રામકુંડને જોડતો પુલિયો બનાવ્યો છે. પરંતુ, અે પહેલા ધાર્મિક સંસ્થાઅે અેક મજબૂત પુલિયો બનાવી જ નાખ્યો હતો. અામ, અે પુલિયાની બાજુમાં જ બીજો પુલિયો બનાવી વ્યર્થ ખર્ચ બાબતે વિપક્ષ કોંગ્રેસ પ્રજાનું ધ્યાન ખેંચી ન શકી.
બેફામ ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર સામે વિરોધ ન કર્યો
ભુજ નગરપાલિકાની કારોબારીઅે શહેરમાં ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર મૂકવાનો અાવકાર્ય પગલું ભર્યું હતું. પરંતુ, શાસક પક્ષના નગરસેવકોઅે ઠેકઠેકાણે પ્લાસ્ટિકના ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડવામાં અતિરેક કરી નાખ્યો, જેથી શહેરમાં શાસક પક્ષની છાપ ખરડાઈ હતી. પરંતુ, કોંગ્રેસે વિપક્ષની જોરદાર ભૂમિકા ભજવવામાં અે તક પણ ખોઈ નાખી હતી. ફકત સામાન્ય સભા અને માધ્યમોમાં નિવેદનો અાપી સંતોષ માન્યો હતો.
કર્મચારીઅોના ભ્રષ્ટાચાર મુદ્દે ચૂપકીદી
ભુજ નગરપાલિકાના કર્મચારીઅોઅે પરિપત્રનું ખોટું અર્થઘટન કરી વધુ મોંઘવારી ભથ્થું વસુલી બેફામ પગાર વધારો મેળવી લીધો હતો. જે પ્રજાના પૈસા મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નહોતો કર્યો. ભુજ પાલિકામાં શાસક પક્ષે સગા વ્હાલાઅોને નોકરીઅે રાખી પગારનું ભારણ વધાર્યું. પરંતુ, કોંગ્રેસે અે મુદ્દે પણ ખાસ વિરોધ ન કર્યો.
પેટા ચૂંટણીમાં અેક બેઠક ખોઈ
શહેરના વોર્ડ નંબર 1થી 3 કોંગ્રેસનો ગઢ છે, જેમાં બારેબારે બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી. પરંતુ, પાણી મુદ્દે વિપક્ષના સદસ્યઅે રાજીનામું ધરી દીધું અને પેટા ચૂંટણી થઈ, જેમાં વિપક્ષે બેઠક ખોઈ અને શાસક પક્ષે બેઠક કબજે કરી લીધી, જેથી વિપક્ષમાં સન્નાટો છવાઈ ગયો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.